પ્રતિવર્ષ એનાયત કરાતા કવિ કાગ એવોર્ડની ઘોષણા

726

ર૦૧૯ના વર્ષના પૂ. મોરારીબાપુ પ્રેરિત કવિકાગ એવોર્ડ આ વર્ષે દિવંગત વિદ્વાનને અપાતા એવોર્ડમાં ત્રાપજ ગામના (જિ. ભાવનગર)ના કવિ ત્રાપજનકરને, સંશોધનના સંદર્ભમાં ચારણી ગુજરાત લોકસાહિતયના ઉંડા અભ્યાસી સેવા નિવૃત્ત આઈ.એ.એસ. અધિકારી ગાંધીનગરના વસંતભાઈ ગઢવીને, લોક સાહિત્યના પ્રસ્તુત કર્તા શ્રેણીનો એવોર્ડ ગુજરાતી લોક-સંગીત, ચારણી સંગીતના રાજકોટના લબ્ધ પ્રતિષ્ઠ કલાકાર કિર્તિદાન ગઢવીને તથા રાજસ્થાની સાહિત્યમાં પ્રદાન કરનારને અપાતો એવોર્ડ આ વર્ષે રાજસ્થાની ચારણી સાહિતયમાં પ્રદાન કરીર હેલા કોટા (રાજસ્થાન)ના રઘુરાવજ સિંહ હાડાને ઉપરાંત આ વર્ષે આકાશવાણી રાજકોટ કેન્દ્રને લોક સાહિત્ય અને ચારણી સાહિત્ય ક્ષેત્રે બહુમુલ્ય પ્રદાન બદલ કાગ એવોર્ડથી સન્માનિત કરાશે.

આગામી તા. ૧૦-૩-ર૦૧૯ને રવિવારે મજાદર મુકામે રાત્રિના ૮ કલાકે ઉપર્યુકત પાંચેયનું પૂ.મોરારિબાપુના હસ્તે એવોર્ડ અર્પણ કરીને સન્માન કરવામાં આવશે. ત્યારબાદ મોરારિબાપુનું વકતવ્ય થશે. તેમજ તા. ૧૦-૩-ર૦૧૯ને રવિવારે મજાદર મુકામે બપોરના ૩-૦૦ કલકે કાગને ફળિયે કાગની વાતો શ્રેણીમાં મહાત્મા ગાંધીની ૧પ૦મી જન્મજયંતિ નિમિત્તે કાગ બાપુની કવિતામાંથી પ્રગટતા ગાંધીજીના ચરિત્ર અને ચારિત્ર્ય સંદર્ભે ગુજરાતી સાહિત્યના વિદ્વાનો સર્વ સતીશ વ્યાસ અને કલાધાર આર્ય પોતાનો અભ્યાસ રજુ કરશે. અંતે પૂ. મોરારિબાપુ પ્રસંગોચિત સંબોધન કરશે. સમગ્ર કાર્યક્રમનું સંકલન ચારણી, સંત અને લોક સાહિત્યના વિદ્વાન ડો. બળવંત જાની સંભાળશે.

Previous articleરાજુલાના કોવાયા ગામે આહીર સમાજના સમુહલગ્ન યોજાયા
Next articleરાણપુર કુમાર શાળામાં રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણી કરાઈ