સિહોર નગરપાલિકાની વિવિધ કમિટીઓની બેઠકમાં પત્રકારો ને ફક્ત ફોટોગ્રાફી કરીને જતું રહેવાનું ફરમાન પડેલ જેની વિરુદ્ધ આજરોજ સિહોર પત્રકાર એસોસિએશન દ્વારા મામલતદાર નિનામાંને આવેદન આપેલ અને પોતાનો રોષ વ્યકત કરી જણાવેલ કે પ્રિન્ટ મીડિયા, ઈલેક્ટ્રોનિક મીડિયા ને ફોટોગ્રાફી તથા શૂટિંગ(કવરેજ) કરવા તથા સભા માંથી દૂર રાખવાનો નિર્ણય મ્યુનિસિપલ એકટ ની કલમ ૫૧/૬ નો ભંગ થતોહોય તે વ્યાજબી નથી
સિહોર ના નગરપાલિકા ના પ્રમુખ તથા ચિફઓફિસર દ્વારા તા ૨૧/૧/૧૯ ના રોજ એક નોટિસ લગાવવામાં આવી છે જેમાં પાલિકાની સામાન્ય સભા અને બીજી વિવિધ કમિટીઓ ની બેઠક જયારે ભરાઈ તે દરમિયાન લોકશાહીની ચોથી જાગીર મીડિયાને ફક્ત ફોટોગ્રાફી કરીને જતા રહેવાનું ફરમાન બહાર પાડવામાં આવ્યું છે.
સ્થાનિક સ્વરાજ્ય ની મહત્વની સંસ્થા સિહોર નગરપાલિકામાં શહેરના વિકાસના કામો તેમજ મહત્વના નિર્ણયો મુખ્યત્વે સામાન્ય સભામાં તથા અન્ય બેઠકો દરમિયાન લેવામાં આવે છે. વહીવટી તંત્ર અને પ્રજાના પ્રતિનિધિ ઓ ની આ મહત્વની બેઠકમાં લેવાયેલા નિર્ણયો નું તટસ્થ પણે રિપોર્ટિંગ કરતી ચોથી જાગીર દ્વારા સંપૂર્ણ રીપોટિંગ કરવાનું રહેતુંહોય અને પેપર તથા ચેનલ માધ્યમથી લોકો સુધી સત્ય પહોંચાડવાનું થતું હોય ત્યારે જનરલ સભામાં આમ નાગરિકો પણ સાંભળવા માટે આવી શકવાનો કાયદો હોય અને જનરલ સભા સાભળવાનો હક ધરાવતા હોય ત્યારે પત્રકારો રાષ્ટ્રની ચોથી જાગીર હોય તેથી બેસવાની પણ વ્યવસ્થા પાલિકાએ કરી દેવાની થતી હોયછે ધારાસભા તથા લોકસભામાં પણ પત્રકારોને લખવા તથા જાહેર પ્રસારણ કરવાનો હક અપાયછે અને ત્યાં પણ આવા બેન લગાવી શકતા નથી જ્યારે સિહોર નગરપાલિકા દ્વારા આવા બાન મૂકી સિહોર ના ઇતિહાસ માં પ્રથમ વખત ચોથી જાગીરનું ગળું દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને ભ્રષ્ટાચાર ના હેતુ બહાર ન આવે અને પત્રકારો પ્રસિધ્ધ ન કરે તે માટે પણ સિહોરના પત્રકારો ને સભામાં રોકવાના પ્રયત્નો કરી નગરપાલિકા નોટીસબોર્ડ પર આવી નોટીસ લગાવેલ હોય જે બંધારણને ગેરકાયદેસર હોય તો આવતી જનરલ સભા પહેલા આવી નોટિસ હટાવી પત્રકારોને પ્રવેશ કરવા દેવાનો હુકમ કરવા આવેદન પાઠવ્યું હતુંં.