મોઢેરા સુર્યમંદિર ખાતે ૦૨ અને ૦૩ ફેબ્રુઆરીના રોજ ઉત્તરાર્ધ મહોત્સવ યોજાનાર છે. જેમાં ૦૨ ફેબ્રુઆરીના રોજ રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી વિભાવરી બહેન દવે ઉપસ્થિત રહેનાર છે.આ ઉપરાંત સાસંદ જયશ્રીબહેન પટેલ સહિત ધારાસભ્ય સર્વેઓ ઉપસ્થિત રહેનાર છે.
પ્રથમ દિવસે અનંત ભાસ્કર મેનન અમદવાદ દ્વારા ભરત નાટ્યમ, શીલા મહેતા, મુંબઇ દ્વારા કથ્થક નૃત્ય, દેબશ્રીતા મોહન્તી, સુરત દ્વારા ઓડીસી નૃત્ય, હર્ષા ઠક્કર, રાજકોટ દ્વારા કથ્થક નૃત્ય, ડો.વી.રામકિર્ષ્ણ તેલંગાણા દ્વારા કુચીપુડી, સ્વાતિ દાતાર પુના દ્વારા ભરત નાટ્યમ અને કબીતા માહંતી હરીયાણા દ્વારા ઓડીશી નૃત્ય રજુ કરવામાં આવશે.
જ્યારે ૦૩ ફેબ્રુઆરીના રોજ રાજ્યકક્ષા મંત્રી ઇશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહેનાર છે.બીજા દિવસે અભય શંકર મિશ્રા ગુરગાંવ દ્વારા કથ્થક નૃત્ય, નમ્રતા શાહ નડિયાદ દ્વારા કથ્થક નૃત્ય, રીના જાના કોલકત્તા દ્વારા ઓડીસી નૃત્ય, પવિત્રા ભટ્ટ થાણે દ્વારા ભરતનાટ્યમ, ડો. પુખરામ્બમ લિલાબતી દેવી ઇમ્ફાલ દ્વારા મણીપુરી,ડો.અમી પંડ્યા વડોદરા દ્વારા ભરતનાટ્યમ નૃત્ય રજુ કરવામાં આવનાર છે.
શનિવાર અને રવિવારે યોજાનાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા વી.પી..પટેલ સચિવ રમત ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ, સતીષ પટેલ કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, એચ.કે.પટેલ જિલ્લા કલેકટર મહેસાણા અને ફુરકાન ખાન ડાયરેકટર વેસ્ટ ઝોન કલ્ચરલ સેન્ટર ઉદયપુરે આમંત્રણ પાઠવેલ છે.