રાજુલા પંથકમાં આવેલ ઔદ્યોગિક એકમોમાં માલસામાન પરીવહન માટે આવતા વાહનો તમામ નિતી-નિયમોને નેવે મુકીને ઓવરલોડ ભરાઈ સાંઢની જેમ દોડતા હોય છે અને અકસ્માતો સર્જાતા હોય છે છતાં તંત્ર દ્વારા યોગ્ય કરાતું નથી ત્યારે આજે આવી એક દુર ઘટનાઓમાં નિર્દોષ માનવ જીંદગીનો ભોગ લીધો છે.
આ અકસ્માતની ઘટના રાજુલાના પીપાવાવ પોર્ટ ખાતે ફોરવે રોડ પર બની હતી. જ્યાં કન્ટેનર મુકવા જઈ રહેલ ટ્રેઈલર આરજે૦૧જીએ પ૧૩૮ના ચાલક તેજમલ કિસાજી ગુજર (અજમેર-રાજસ્થાન)એ બેફિકરાઈથી ચલાવતા સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેઈલર રોંગસાઈડમાં ઘુસી જતા શરૂ વિજવાયરમાં અડી જતા જ ટાયરો સળગી ઉઠ્યા હતા. ગાડીમાં શોર્ટ પ્રસરી જતા કલીનર કાલુ મેવાજી ગુજર (ઉ.વ.૧૯)નું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું અને ચાલક નાસી છુટ્યો હતો. ઘટનાની જાણ થતા મરીનના પીએસઆઈ રામાવત ભોણાભાઈ, અલ્તાફભાઈ, ભરતભાઈ પરમાર સહિત દોડી ગયા હતા અને લાશને પીએમ માટે રાજુલા ખસેડવામાં આવી હતી. આ અંગે ટ્રાન્સપોર્ટર ત્રુપીતસિંગ બદલેવસિંગ જાટ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.