અમદાવાદના વસ્ત્રાપુરમાંથી પોલીસે દારૂની મેહફીલ માણતા નબીરાઓની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા નવતર પ્રયોગને સફળતા મળી છે. પોલીસ સાયકલ પર પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન મેમનગર પાસેથી ચિક્કાર દારૂના નશામાં ૪ યુવતી અને ૨ યુવકને ઝડપી પડયા હતા.
વસ્ત્રાપુર પોલીસે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન દારૂની મેહફીલ ઝડપી છે. ઘરફોડ ચોર અને અન્ય ગુનાઓને ડામવા વસ્ત્રાપુર પોલીસ દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો. જે પ્રયોગને સફળતા મળી છે. સાયકલ પર પેટ્રોલિંગ કરી રહી પોલીસે મેમનગર ખાતે આવેલ યશ પ્રભા એપાર્ટમેન્ટમાં દારૂની મેહફીલ માણતા નબીરાઓને ઝડપ્યા હતા.
જેમાં ૪ યુવતીઓ અને ૨ યુવકો ચિક્કાર દારૂના નશામાં બૂમો પડતા પોલીસને હાથે ઝડપાઇ ગયા હતા.
ઝડપાયેલ તમામ નબીરાઓ ફેશન ડિઝાઇનિંગનો અભ્યાસ કરે છે અને અભ્યાસ પૂર્ણ થતા પાર્ટીનું આયોજન કર્યું હતું.