ઇ-મેમો માટે ટ્રાફિક પોલીસ અને ઇર્‌ં માટે સોફ્‌ટવેર બનાવાશે

2232

અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા ૪ મહાનગરોમાં સીસીટીવી કેમેરા આધારિત ઇ-મેમોની કામગીરીમાં પોલીસ અને આરટીઓ વચ્ચે સંકલનના અભાવને કારણે સર્જાતી મુશ્કેલીઓ દૂર કરવા અને સ્થળ ઉપર જ ઇ-મેમોની વસૂલાત થઇ શકે તે માટે પોલીસ અને આરટીઓ માટે કોમન સોફ્‌ટવેર બનાવવામાં આવી રહ્યું છે. હાલ પોલીસ પોતાની એપ્લિકેશન મુજબ કામગીરી કરી રહી છે. જ્યારે આરટીઓ તંત્ર પોતાના સ્-પરિવહન એપ્લિકેશન મુજબ કામગીરી કરે છે જેના કારણે અનેક સમસ્યાઓ સર્જાય છે.

તાજેતરમાં વાહન વ્યવહાર મંત્રી આર.સી. ફળદુની અધ્યક્ષતામાં બેઠક મળી હતી અને પોલીસ તથા આરટીઓ વચ્ચે સંકલન સાધીને પેન્ડીંગ મેમોની વસૂલાત તથા સ્થળ ઉપર જ વસૂલાત સહિતની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી. ટ્રાફિક પોલીસ અને આરટીઓની ટીમને એક હેન્ડ હેલ્ડ ડિવાઇસ અપાશે જેમાં તેઓ વાહનનો નંબર એન્ટર કરશે તેની સાથે પેન્ડીંગ ઇ-મેમો, આ અગાઉ વાહન ચાલકે સીટ બેલ્ટ, હેલમેટ ન પહેરી હોય કે અન્ય કોઇ કાયદાનો ભંગ કર્યો હોય તો તેની વિગત પણ મળી શકશે. જેથી વાહનચાલકને સ્થળ પર રોકતાની સાથે જ દંડની વસૂલાત થઇ શકશે.

Previous articleવસ્ત્રાપુરમાં પોલીસની રેડઃદારૂના નશામાં ૪ યુવતી અને ૨ યુવકની ધરપકડ
Next articleઆશારામ આશ્રમને સીએમ રૂપાણી સહિત અન્ય મંત્રીઓએ પણ શુભેચ્છા પત્ર આપ્યા હતા