ગુંદી પ્રાથમિક શાળા ખાતે પ્રજાસત્તાક દિન ઉજવાયો

602

ભાવનગર તાલુકાના ગુંદી પ્રાથમિક શાળામાં ૭૦માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગામની વધુ ભણેલી દિકરીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાજેતરમાં જેમના ઘરે દિકરી જન્મેલ તેવા વાલીઓનું સન્માન કરવામાં આવેલ. સરકારી નોકરી મેળવેલ ગામના યુવક-યુવતીઓનું સન્માન, વિશિષ્ટ સિધ્ધિ મેળવેલ વિદ્યાર્થીઓનું સન્માન તેમજ તીથી ભોજનના દાતાઓનું સન્માન કરાયેલ.

આ પ્રસંગે રાષ્ટ્રગાન સાથે તિરંગાને ઉપસ્થિત આગેવાનોએ સલામી આપી હતી. આ પ્રસંગે રેવન્યુ તલાટી મમતાબેન ઝવેરભાઈ સોલંકી, સરપંચ વિપુલભાઈ સોલંકી, વિરભદ્રસિંહ ગોહિલ, શાળાના આચાર્ય છાયાબા વાળા, એસએમસીના અધ્યક્ષ જેન્તીભાઈ સોલંકી, શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા ગ્રામ્યજનો, આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.

Previous articleસોમનાથની ફોરટ્રેક પર ચક્કાજામ
Next articleરાજુલાની સંઘવી હાઈસ્કુલમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી