રાજુલાથી નાગેશ્રી નવા બનતા ફોરટ્રેક રોડના મહાકાય મશીનોએ બે-બે કિલોમીટર વાહનોના થપ્પા લાગી કર્યો ચક્કાજામ લોકોમાં રોષ અને ત્રાહિમામ પોકારી ગયા છે. રાજુલા થી નાગેશ્રી સોમનાથ બનતો નવો ફોરટ્રેક રોડના મહાકાય મશીનોથી બે દિવસ સતત રોડ કર્યો ચક્કાજામ બે-બે કિલોમીટર સુધી લાંબી લાઈનો લાગી તેમાંય ઈમરજન્સી દર્દીઓને હોસ્પિટલ પહોંચી તો પહેલા મોત આંબી જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. નેશનલ હાઈવેના કોન્ટ્રાક્ટરને રજૂઆત કરતા પણ ધ્યાન અ આપતા લોકો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે જઈ હવે રોડ ચક્કાજામ કરાશે તેવી ચિમકી લોકો દ્વારા અપાઈ છે.