જે.કે. છોટાલા શાળામાં ગણતંત્ર દિનની ઉજવણી

548

છોટાલા ઉ.મા. શાળા કોળિયાકમાં ૭૦માં ગણતંત્ર દિનની ઉજવણી કરવામાં આવેલ. સરપંચ જગદિશભાઈ સોલંકીના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ. સંસ્થાના ઉપપ્રમુખ સવજીભાઈ ડાભીએ પ્રાસંગિક વક્તવ્ય આપેલ. ગ્રામ પંચાયતના સદસ્યો અને આગેવાનોની હાજરીમાં શૈક્ષણિક અને સહઅભ્યાસક પ્રવૃત્તિના ઈનામો-મોમેન્ટો-પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવેલ. આ પ્રસંગે ત્રિભોવનભાઈ બોરીચાએ પ્રવચન કરેલ તથા પંચાયત સભ્ય નાનજીભાઈ ઉચડીયા, રાજેશભાઈ લાડવા તથા રફીકભાઈ સરવૈયા પ્રેસ રીપોર્ટર હાજર રહ્યાં હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઈન્ચાર્જ આચાર્ય વડેરા તથા સ્ટાફના સહકારથી ચલાવ્યું હતું.

Previous articleસિહોરની સંસ્કૃતિ સ્કુલ ખાતે ગાંધી નિર્વાણ દિનની ઉજવણી
Next articleકડીયાળી ગામે સફાઈ અભિયાન