આજરોજ એસ.ઓ.જી. શાખાના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી. પરમારની સુચનાથી એસ.ઓ.જી. સ્ટાફના માણસો ભાવનગર શહેરમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સ્ટાફના પોલીસ હેડ કોન્સ. હિતેષભાઇ મેર ને મળેલ બાતમી આધારે નિલમબાગ પો.સ્ટે.ના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી ધર્મેન્દ્રભાઇ ચીમનભાઇ દવે રહેવાસી કાળીયાબીડ, ગણપતી મંદીર પાસે, ભગવતી સોસાયટી ભાવનગર વાળાને ભગવતી સર્કલ પાસેથી ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.