ભાવ. યુનિ.ની ઈસી બેઠકમાં વિવિધ કમિટીની રચના કરાઈ

1050

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની એક્ઝીક્યુટીવ કાઉન્સીલની સભા તા.૩૦-૧-ર૦૧૯ના રોજ કાર્યકારી કુલપતિ ડો.ગીરીશભાઈ એસ. પટેલના અધ્યક્ષસ્થાને યુનિવર્સિટીના સભાખંડમાં મળી હતી. જેમાં અનેક નિર્ણયો કરવામાં આવેલ.

વર્ષ-ર૦૧૭-૧૮નો વાર્ષિક અહેવાલ, હિસાબો, સને ર૦૧૮-૧૯ના ચાલુ વર્ષના પુનનિર્મિત અંદાજો, ર૦૧૯-ર૦ના અંદાજપત્ર મંજુરી, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સરકારી મંડળી લી.ની દરખાસ્ત અન્વયે મંડળીની કામગીરી માટે જગ્યા ફાળવવાનું મંજુર, બોર્ડ ઓફ કલ્ચરલ એક્ટીવીઝની તા.૬-૧૦-ર૦૧૮ની ગત સભાની કાર્યવાહી નોંધને મંજુરી, બિલ્ડીંગ કમિટીની રચના કરવામાં આવી. જેમાં ડો.જી.એસ. પટેલ, પ્રો.એન.સી. દેસાઈ, પ્રો.કે.એમ. જોશીની નિયુક્તિ કરવામાં આવી, બોર્ડ ઓફ કલ્ચરલ એકટીવીટીઝ સમિતિમાં પ્રો.ભારતીબેન દવે, ડો.મનહરભાઈ ઠાકર અને બ્રીજરાજસિંહ ગોહિલ નિયુક્તિ કરવામાં આવી. બોર્ડ ઓફ સ્પોર્ટસમાં ડો.જી.એસ. પટેલ, ડો.જે.એસ. શર્મા અને ડો.મહેબુબભાઈ બલોચની નિયુક્તિ કરવામાં આવી. ફાયનાન્સ સમિતિમાં પ્રો.એન.સી. દેસાઈ, પ્રો.કે.એમ. જોશી અને ડો.જે.એસ. શર્માની નિયુક્તિ કરવામાં આવી. ગ્રંથાલય સમિતિ એક્ઝીક્યુટીવ કાઉન્સીલના સભ્યોમાંથી પ્રો.કે.એમ. જોશી અને ડો.જે.એસ. શર્માની નિયુક્તિ કરવામાં આવી, બીપીજીટીઆઈમાં સભ્યોની નિયુક્તિ કરવામાં આવી. ગુજરાત ઈકોલોજી એજ્યુકેશન એન્ડ રીસર્ચ (ગીર) ફાઉન્ડેશન, ગાંધીનગરના પત્ર અન્વયે દરેક કોલેજોમાં ઈકો ક્લબની સ્થાપના કરવાનું નક્કી કરવામાં આવ્યું. વિદેશના વિદ્યાર્થીઓને આઈસીસીઆર પોલીસીના આધારે પીએચ.ડી. ઓર્ડીનાન્સમાં સુધારો કરવા નિયમાનુસાર કાર્યવાહી કરવાની બાબતને બહાલી આપવામાં આવી. ફિઝીક્સ ભવન માટે કોમ્પ્યુટર ક્લસ્ટર કેર ખરીદવા માટે રૂા.૧પ લાખની ફાળવણી કરવામાં આવી હતી.

Previous articleમારી નાખવાની ધમકી આપવાના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો
Next articleસ્વાઈન ફલુથી ટાટમનાં યુવાનનું મોત નિપજ્યુ