આવતીકાલ ૧૦મી સપ્ટેમ્બરના રોજ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીતભાઈ શાહ વીડીયો કોન્ફરન્સના માધ્યમથી સમગ્ર રાજ્યના ૧૦૦થી વધુ સ્થાનો પર દોઢ લાખથી વધુ યુવાનો સાથે સીધો સંપર્ક કરશે અને તેના સવાલોના જવાબો પણ આપશે.
આ અંગે શહેર અધ્યક્ષ સનતભાઈ મોદીએ જણાવ્યઉં હતું કે ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. પ્રદેશનો યુવા વર્ગએ આવતી ચૂંટણીમાં નીર્ણાયક ભૂમિકા ભજવવાના છે. ત્યારે રાષ્ટ્રની આવતીકાલ સમાન આ યુવાનોને અડીખમ ગુજરાત અવીરત વિકાસમાં અડીખમ વિશ્વાસ સુત્ર સાથે ગુજરાત અને દેશની પ્રગતી અને યુવાનો માટે કેન્દ્ર અને નયા ભારતના નવનિર્માણમાં યુવાનોની ભૂમિકા, ડીઝીટલ ઈન્ડિયા અને સ્ટાર્ટઅપ ઈન્ડિયા વગેરે વિષયો અગે યુવાનો સાથે સીધો સંવાદ અને સંપર્ક કરી તેઓના પ્રશ્નોના જવાબ રાષ્ટ્રીય અધ્યક્ષ અમીતભાઈ શાહ આપશે. આવતીકાલ સવારે ૧૦ કલાકે અમદાવાદ ખાતેથી સીધા વીડીયો કોન્ફરન્સથી સંવાદ કરવાના છે. આ કાર્યક્રમ ગુજરાતના ૧૦૦ સ્થાનો પર એક સાથે યોજાશે ભાવેણાના યુવાનો પણ આ કાર્યક્રમ અને સંવાદમાં સીધો લાભ લઈ શકે અને તેના પ્રશ્નો કે મુંઝવણને સીધી રજુ કરી શકે તે માટે આવતીકાલ સવારે ભાવનગર ટાઉન હોલ ખાતે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના ઉપક્રમે યુવા ટાઉનહોલ કાર્યક્રમ રાખવામાં આવેલ છે જેમા સવારે ૯-૩૦ કલાકે સમગ્ર ભાવનગરના અલગ અલગ ક્ષેત્રના ૧૫૦૦થી વધુ યુવાનો વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીતભાઈ શાહ સાથે સીધી સંવાદ કરશે અને સવાલ જવાબ કરી કરશે અંતમાં તેઓ ભાવેણા શહેરના યુવાનોને આ કાર્યક્રમમાં જોડાવા અનુરોધ કર્યો હતો.