કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન કોમર્સ કોલેજમાં વાંચન શિબિર

650

કડી સર્વ વિશ્વવિદ્યાલય સંગ્લન અશ્વિનભાઈ એ પટેલ કોમર્સ કોલેજમાં બી.કોમના ત્રણેય વર્ષના તેમજ એમ.કોમના વિદ્યાર્થીઓ માટે ત્રિ-દિવસીય વાંચન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ પૃસ્તકો તરફ વળે અને લેખનના વિવિધ આયામોથી પરિચિત થાયએ ઉદ્દેશથી વાંચન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રથમ દિવસે જાણીતા યુવા કવિ અને કુશળ વક્તા શ્રી અંકિત ત્રિવેદી પધાર્યા હતા. તેમણે પોતાના જીવનમાં પુસ્તકો કઈ રીતે મહત્વના રહ્યા છે એ વિષયે રસપ્રદ વાર્તાલાપ કર્યો હતો. વિદ્યાર્થીઓના જુદા જુદા જુથે જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા લેખકો ઉપર સુંદર ચાર્ટ રજુ કર્યા હતા.આ ઉપરાંત વાર્તા-કથન અને પુસ્તક સમીક્ષાની સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમનું આયોજન આચાર્યા ડૉ.વિજ્ઞા ઓઝાના માર્ગદર્શન હેઠળ શ્રધ્ધાબેન પંડ્યા અને નયના રંગવાળા સહિત અન્ય અગ્રણીઓએ કર્યું હતું.

Previous articleરેસ્ટોરન્ટમાં ફ્રોઝન ફૂડને ગરમ કરી ગ્રાહકોને પીરસાતું હોવાનો ઘટસ્ફોટ
Next articleગાંધીનગર મનપાનું ડ્રાફ્ટ બજેટ પ્રથમ વાર સામાન્ય સભામાં રજૂ થશે