ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર મામલામાં ક્રિશ્ચિયન મિશેલને ભારત લાવવામા ંઆવ્યા બાદ ભારતને બીજી મોટી સફળતા હાથ લાગી છે. આના ભાગરૂપે બીજા બે દલાલને પકડીને ભારત લાવવામાં આવ્યા છે.
ભારતીય તપાસ સંસ્થાઓએ દુબઇના એકાઉન્ટેન્ટ રાજીવ સક્સેના અને દીપક તલવારને ભારત લાવવામાં સફળતા મળી છે. બંનેને ભારત લાવવામાં આવ્યા બાદ આકરી પુછપરછ કરવામાં આવી રહી છે. અધિકારીઓએ કહ્યુ છે કે પુછપરછના આધાર પર કેટલીક નવી વિગત ખુલી શકે છે. મોડી રાત્રે બુધવારના દિવસે બંનેને ભારત લાવવામાં આવ્યા હતા. હાલમાં બંનેની ઇડીની કસ્ટડીમાં પુછપરછ કરવામાં આવી રહી છે. સક્સેનાની નાણાં શોધના આરોપોમાં ઇડી દ્વારા અને સીબીઆઇ દ્વારા પુછપરછ કરવામાં આવી રહી છે. બંને દલાલોને આજે સવારે ચાર વાગે ઇડીની ઓફિસમાં લાવવામાં આવ્યા બાદ પુછપરછ શરૂ કરવામાં આવી હતી. તેમને મોડેથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
આ પહેલા ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં યુએઇ સરકારે ૩૬૦૦ કરોડ રૂપિયાના વીવીઆઇપી હેલિકોપ્ટર કોંભાડમાં વચેટિયા મિશેલને ભારત મોકલી દીધો હતો. તે હાલમાં ન્યાયિક કસ્ટડીમાં રહેલો છે. ઇડીએ દુબઇમાં રહેનાર સક્સેનાને આ મામલે કેટલીક વખત સમન્સ જારી કર્યા હતા. વર્ષ ૨૦૧૭માં ચેન્નાઇ વિમાનીમથકે તેની પત્નિને પકડી લેવામાં આવી હતી. તે હાલમાં જામીન પર છે. ઇડી દ્વારા આરોપ કરાયો છે કે સક્સેના, તેમની પત્નિ અનમે દુબઇ સ્થિત તેમની કંપની કેટલીક ગેરરિતી આચરી ચુકી છે. પુછપરછનો દોર લાંબા સમય સુધધી ચાલી શકે છે. કોંભાડમાં કેટલીક નવી વિગત ખુલે તેવી શક્યતા પણ દેખાઇ રહી છે. બંનેની પુછપરછનો દોર વહેલી સવારે શરૂ થયો હતો. ત્યારબાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. મિશેલની પુછપરછથી કેટલીક ચોંકાવનારી વિગત ખુલી ચુકી છે. હવે આ બંને દલાલની પુછપરછથી પણ નવી વિગતો સપાટી ઉપર આવી શકે છે. દુબઈના એકાઉન્ટન્ટ રાજીવ સક્સેના અને દિપક તલવારને મોડી રાત્રે ગુપ્તરીતે ભારત લાવવામાં આવ્યા હતા.
આજે સવારે બંનેને પુછપરછ માટે ઇડીની ઓફિસમાં લઇ જવાયા હતા. ચાર વાગ્યાથી જ પુછપરછ શરૂ થઇ હતી. હાલમાં જ ૩૬૦૦ કરોડ રૂપિયાના વીવીઆઈપી હેલિકોપ્ટર કૌભાંડના કારણે કોંગ્રેસ સરકારને ભીંસમાં લેવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. વચેટિયા બ્રિટિશ નાગરિક ક્રિશ્ચિયન મિશેલને ભારત લાવવામાં આવ્યા બાદ હાલમાં તે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.