નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગરના બી.કોમ. વિભાગ દ્વારા એકટ ઓફ એજયુકેશન શિર્ષક હેઠળ નાટય પ્રસ્તુતી કરવામાં આવી હતી. વર્તમાન શિક્ષણ પધ્ધતિ જટીલ હોવાથી વિદ્યાર્થીનીઓને સમજાતી નથી. ઉપરોકત વારંવાર શિક્ષણ પધ્ધતિમાં પણ બદલાવ આવે છે. અત્યારની શિક્ષણ પધ્ધતિ માત્ર ટકાવારી પુરતી સમિતિ છે, આના કારણે વિદ્યાર્થીનીઓ માનસિક તણાવમાં રહેતા હોય છે. નંદકુંવરબા મહિલા કોલેજના બી.કોમ. વિભાગ દ્વારા એક નવતર કાર્યક્રમના માધ્યમથી એકટ ઓફ એજયુકેશન શિર્ષક હેઠળ નાટય પ્રસ્તુતી કરવામાં આવી હતી. જેમાં સરળતાથી વર્તમાનમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ પોતાના વિષયને સમજીશ કે તે તમામ બાબતો આ નાટકમાં કોમર્સમાં ભણવામાં આવતા અર્થશાસ્ત્ર, મેનેજમેન્૭, એકા.ન્ટ, મેથ્સ જેવા વિષયોને આ નાટય પ્રસ્તુતીમાં આવરી લેવામાં આવી હતી.
વર્તમાન સમયમાં બજારની સ્થીતિ મોંઘવારી ભારતીય અર્થતંત્રની અસરો દુષ્કાળથી થતી વ્યાપાર ઉપર અસરોને આ નાટકમાં વિસ્તૃત રીતે આવરી લઈને વિદ્યાર્થીનીઓને તેની સમજણ આપવામાં આવી હતી.