ભારતભરમાં આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિ ઉજવાઈ રહી છે ત્યારે સિહોર વિદ્યામંજરી ખાતે સમી સાંજે ગાંધીવંદના સર્વધર્મ કાર્યક્રમ જબરદસ્ત રીતે યોજાયો હતો સિહોર વિદ્યામંજરી, સિહોર ભાજપ, સિહોર લાયન્સ કલબ, સિહોર જાયન્ટસ ગ્રુપ, સિહોર વાયવાયપી ગ્રુપ, સિહોર મીડિયા ટીમ, ગ્રીન ઇન્ડિયા ગ્રુપ ઓફ સિહોર સહિત સંયુક્તમાં ગાંધીવંદના અને સર્વધર્મ પ્રાર્થના શીર્ષક તળે કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમ દીપ પ્રાગટય બાદ ખુલ્લો મુકાયો હતો ત્યારે બાદ મહાનુભાવોને પુસ્તક દ્વારા સન્માન કરાયું હતું અહીં સંસ્થાના અશોકભાઈ ઉલવાએ ગાંધીબાપુ વિશે અને ઇતિહાસ બાબતનો જબદસ્ત વાર્તાલપ કર્યો હતો અને એ વાતો ઉપસ્થિત સૌ કોઈના રુવાડા બેઠા કરી દેનારી હતી ખરેખર કાર્યક્રમ જામી પડી હતી અહીં કાર્યક્રમમાં બુધેલના કલાવૃંદ અને કંઠના શૂરવીર રામબાપુએ પોતાના કંઠે ઈશ્વર અલ્લાહ તેરા નામ, રઘુપતિ રાજા રામ પતિ તપાવન સીતારામ, વૈષ્ણવ વજન તો તેને કહીએ સહિતના ભજન અને મલય રામનુજના કંઠે મેરે પ્યારે વતન સાથે દેશભક્તિના ગીતોએ ગાંધીવંદના કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને રીતસર ડોલાવી દીધા હતા અહીં સિહોરના પ્રથમ નાગરિક નગર પાલિકા દીપ્તિબેન ત્રિવેદી સહિત વિદ્યામંજરી સંસ્થા, ભાજપના આગેવાનો વાયવાયપી ગ્રુપ લાયન્સ ગ્રુપ જાયન્ટસ ગ્રુપ ગ્રીન ઇન્ડિયા ગ્રૂપ મીડિયા ટીમ સહિતના આગેવાન કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.