મહાત્મા ગાંધીજીની નિર્વાણતીથી નિમિત્તે જગદીશ્વરમ્ ફાઉન્ડેશન તરફથી ભાવનગર જિલ્લા જેલમાં મહાત્મા ગાંધીજીની વિચાર ધારા, ચિંતન, સત્યના પ્રયોગો તથા મહાત્મા ગાંધીજીની પ્રિય ચિકિત્સા પધ્ધતિ નર્સગોપચાર પર ડો. સુનિલ મહેતા દ્વારા વકતવ્ય આપવામાં આવેલ હતું. આ પ્રસંગ પર અધિક્ષક તરાલ તથા જેલર ચૌધરી દ્વારા મહાત્મા ગાંધીજીના વિચારની અગત્યના સમજાવી ને સ્વચ્છ ભારતના શપથ લેવડાવ્યા હતાં.