ભાવનગર મહાનગર પાલિકા સ્ટેન્ડીંગ કમિટી બેઠક ચેરમેન યુવરાજસિંહ ગોહિલના અધ્યક્ષ પદે મળેલ આ બેઠકમાં કમિ.ગાંધી, નાય. કમિ. ગોવાણી, ડે.કમિશ્નર રાણા વિગેરે હાજર રહેલ. મળેલી આ બેઠકમાં ૩ર જેટલા ઠરાવો રજુ થયેલા જે ઠરાવોમાંથી કેટલાંક ઠરાવો પેન્ડીંગ રાખી અન્ય ઠરાવો સર્વાનુમતે પાસ થયા હતા.
બેઠકમાં સભ્યોએ કેટલાંક પ્રશ્નો ઉભો કરી તંત્ર સામે રજુઆતો કરી હતી. અલ્પેશ વોરાએ પ્લાન પાસ કરીએ ચાર્જ વસુલ કરીએ છીએ કે કેમ, આવા કેટલા કેસો, આ બાબતમાં રાજુભાઈ પંડયા, કુમાર શાહ, કમ્લીશન મળ્યા પછી કેટલા સમયમાં બીલોની વિગત અભયસિંહ ચૌહાણે તંત્ર સામે સીધો સવાલ ઉઠાવ્યો હતો. તેમણે એમ કહ્યુ કે, કમ્પલીશનની ત્રીજી વખત રજુઆત કરૂ છું. બીલો મળતા નથી, આ માટે તંત્રની સીસ્ટમ કેવી છે, તે જણાવો, શું અમારે આવા પ્રશ્ન રજુ કરી ઉઘરાણી કરવાની. આ મુદ્દામાં રાજુભાઈ પંડયાએ પણ પ્રશ્ન ઉઠાવી વિગત જણાવી. અનિલ ત્રિવેદીએ તંત્ર રીકવરી કરવા માંગતું નથી તેવો પ્રશ્ન ઉઠાવ્યો. રાજુ પંડયાએ ખોટનામનું તંત્ર ન જોવે, ડસ્ટબીન, રેસ્ટોરન્ટ, સ્વચ્છતા અભિયાન, રોડ રસ્તાના ખાડા ખોદાયા તેની વાત થયેલ. ધીરૂભાઈ ધામેલીયાએ આરોગ્ય કેન્દ્રની સીદસરમાં જરૂરીયાત હોવાનો પ્રશ્ન રજુ કર્યો, શિક્ષણ વિભાગ સ્ટેશનરી ખર્ચ બાબતનો તુાર પણ બેઠકમાં રજુ થતા આ મુદ્દે અભયસિંહ ચૌહાણે ચર્ચા કરી આવો ઠરાવ સ્ટેન્ડીંગ કમિટીમાં કેમ આવ્યાની બાબતનો ઉલ્લેખ કર્યો. અનિલ ત્રિવેદીએ પાણીનું પરબ બન્યુ નથી તેવી રજુઆત કરી. પીરછલ્લા સવાઈનગર શેરીમાં મકાન બાબતની રજુઆત થઈ, ઢાંકણા વગરનાં ડસ્ટબીનો, ઘોઘાસર્કલ પાસેની સ્કુલ પાસે ભારે ગંદકી થઈ રહ્યાની ફરીયાદ થઈ આ માટે સોલીડ વેસ્ટ શું કામગીરી કરે છે તેવી ફરીયાદ થઈ. કુમાર શાહે તળવા કામમાં જુના ઈંટડા વપરાતા હોવાનો વિડીયો ચેરમેનને બતાવ્યો, અનિલ ત્રિવેદીએ ઘોઘાગેટ પાસેન યુરીનલની અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ મુલકાત લેવી જોવે કેવી કફોડી સ્થિતી છે, તેનો ખ્યાલ આવે, આ યુરીનલ ગામની આબરૂ જાય તેવી ભંગાર ગંદી છે. ધીરૂભાઈ ધામેલીયાએ સ્કુલોમાં ગાંધી નિર્વાણ દિવસની થયેલી ઉજવણી કાર્યક્રમોને આવકારી શિક્ષણ વિભાગને અભિનંદન આપી તેમણે ગાંધી મુલ્યોની આજે ખુબ જરૂરીયાત હોવાની વાત કરી. શહેરમાં છેલલા છ મહિનામાં કેટલી યુરીનલ તોડવામાં આવી આવા મોટા ખર્ચ કરીને તોડી નખાય તે પહેલા યુરીનલો બનાવતા પહેલા પુરા પ્લાનિંગ કરીને કામો કરો. આજની બેઠકમાં ચર્ચાને અંતે ઠરાવો પાસ થયા હતા.