કેન્દ્રની એન.ડી.એ. સરકાર દ્વારા લોકસભા ચૂંટણી પહેલા રજુ કરવામાં આવેલ વચગાળા બજેટને ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિએ વખોડી માત્ર લોકોના મત મેળવવા માટેની લોલીપોપ સમાન ગણાવ્યું હતું.
કેન્દ્રની એન.ડી.એ. સરકાર દ્વારા લોકસભાની ચૂંટણી પહેલા રજુ કરવામાં આવેલ બજેટને ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનોએ સખ્ત શબ્દોમાં વખોડી માત્ર મતદારોને આકર્ષવા માટે લોલીપોપ સમાન આ બજેટ હોવાનું જણાવ્યું હતું. આ બજેટમાં આવકવેરાની મુક્તિ મર્યાદા યથાવત રાખીને રૂા. પ લાખ સુધી જીરો ટેકસની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ આ જાહેરાતોનો અમલ નવી સરકારે જ કરી શકે તેમ હોય હાલ ટેક્ષમાં રાહતની જાહેરાત લટકતા ગાજર સમાન ગણી શકાય. આ ઉપરાંત ખેડુતોને દર મહિને રૂા. પ૦૦ આપવાની વાત પણ ખેડૂતોની મશ્કરી સમાન હોય માત્ર ખેડુતોના મત મેળવવા માટે જ આ પ્રકારની જાહેરાત કરવામાં આવી હોય તેમ લાગે છે. વર્તમાન સમયમાં ફિકસલ ડેફસ્ટનો ટાર્ગેટ ચુંકી ગયેલી સરકાર દ્વારા માત્ર ચૂંટણીને ધયાને રાખીને બજેટ રજુ કર્યુ હોય આ બજેટ વોટ ઓન એકા.ન્ટ નહીં પણ અકાઉન્ટ ફોર વોટ હોવાનું શહેર કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું. ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેશ જોષી, કોંગ્રેસ પ્રવકતા કાળુભાઈ બેલીમ સહિતના આગેવાનોએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આજરોજ રજુ થયેલું બજેટમાં ખેડુતોના દર વર્ષે રૂા. ૬ હજાર જશે, શ્રમિકોને ૭૦૦નું બોનસ મળશે, ગૌરક્ષા માટે ૭પ૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. શ્રમિકોના બોનસ અને વેતનમાં વધારો, વિગેરે બાબતોની આ બજેટમાં જાહેરાત કરવામાં આવી છે. પરંતુ તેનો અમલ કયારે થવાનો છે અને કઈ સરકારે તેનો અમલ કરવાનો છે. તે હજુ નક્કી નથી. આવનારની નવી સરકાર આવશે તેને જ અમલ કરવાનો છે. તેથી કહેતા ભી દિવાન, સુનતા ભી દિવાના, ત્યારે અત્યારે તો મત મેળવવા માટે આ બજેટમાં વચનોની લ્હાણી કરવામાં આવી છે. તેમ કોંગ્રેસના આગેવાનોએ જણાવી આ બજેટને વખોડી કાઢયું છે.