ગ્રામ્ય વિસ્તારની મહિલાઓએ સવારથી મોટી સંખ્યામાં મતદાન કેન્દ્રો ઉપર જઈ મતદાન કર્યું હતું. ગાંધીનગર ઉત્તર, માણસાના જુદા જુદા ગામોમાં મહિલાઓ સવારથી પોતાના નાના-મોટા બાળકોને લઈને મતદાન કેન્દ્રો ઉપર મતદાન માટે લાઈનમાં ઉભેલી જોવા મળી હતી. કેટલીક મહિલાઓ ૭પ થી ૮પ વર્ષ સુધીની હોવા છતાં મતદાનને પોતાની ફરજ અને મત મહત્વનો હોવાથી મતદાન કેન્દ્ર પર આવી મત કર્યું હતું.