ગાંધીનગર ખાતે ભારતીય તટરક્ષક દળનો ૪૩મો સ્થાપના દિવસ ઉજવાયો

598

દેશની દરિયાઇ સીમા સુરક્ષાની સાથે સાથે કુદરતી આપત્તિ સમયે બચાવ કામગીરી માટે ભારતીય તટરક્ષક દળ હંમેશા તત્પર અને તહેનાત રહે છે. આંતરરાષ્ટ્રીય સમુદ્રી સીમાની સાથે ગુજરાત લાંબો દરિયા કિનારો ધરાવે છે, જેના પરિણામે સમગ્ર દેશમાં ખૂબજ મહત્વનું ભૌગોલિક સ્થાન પણ ધરાવે છે, તેમ, ગાંધીનગર ખાતે ભારતીય તટરક્ષક દળના તા.૧ ફેબ્રુઆરીએ ૪૩મા સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે રાજ્યપાલ ઓ. પી. કોહલીએ જણાવ્યું હતું.

રાજ્યપાલ કોહલીએ તટરક્ષક દળના સ્થાપના દિવસ નિમિત્તે અધિકારીઓ અને જવાનોને શુભેચ્છા અને અભિનંદન આપતાં કહ્યું હતું કે, ગુજરાતના ૧૬૦૦ કિલોમીટરના દરિયા કિનારે એક રાષ્ટ્રીય કક્ષાનું અને ૪૨ નાના-મધ્યમ કક્ષાના બંદરો આવેલા છે. વૈશ્વિક કક્ષાની ઓઇલ રિફાઇનરી, દરિયાઇ કુદરતી સંપત્તિ, માછીમારી વ્યવસાય અને સમુદ્રી વ્યાપારમાં ગુજરાતનો સમુદ્રી કિનારો મહત્વનો છે.

આધુનિક ટેક્નોલોજીની મદદથી સમુદ્રી ઘુસણખોરી અટકાવવા, માછીમારોના રક્ષણ, સમુદ્રી પ્રદૂષણ અટકાવવા જેવા અનેક ક્ષેત્રોમાં સુરક્ષા અને સલામતી જાળવવા ભારતીય તટરક્ષક દળના જવાનો હંમેશા દેશ સેવામાં તૈયાર રહે છે. તટરક્ષક દળના જવાનોએ તટરક્ષકના ધ્યેય મંત્ર ‘વયમ રક્ષામ’- ઉી ઁર્િીંષ્ઠં ને સાચા અર્થમાં ચરિતાર્થ કર્યો છે તેમ, રાજ્યપાલે ઉમેર્યું હતું.

રાજ્યપાલના હસ્તે પ્રથમવાર રાજભાષા હિન્દીમાં તટરક્ષક દળની ‘વર્ષ ૨૦૧૮-૧૯  તટરક્ષક વિવરણીકા નું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.

આ સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે ભારતીય તટરક્ષક દળના ઉત્તર-પશ્ચિમ મુખ્યાલયના આઇ. જી. રાકેશ પાલ-ઁ્‌સ્-્‌સ્, સ્વાકના વડા  એચ.એસ.આરોરા, રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ પૂનમચંદ પરમાર, તટરક્ષક દળના ઉચ્ચ અધિકારીઓ સહિત વિવિધ દળોના ઉચ્ચ અધિકારીઓ, જવાનો અને તેમના પરિવારજનો  ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleઆશાબેન પટેલે મતદારો, પ્રજા અને પક્ષ સાથે દ્રોહ કર્યાઃ અમિત ચાવડા
Next articleઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલનું ધારાસભ્ય પદેથી રાજીનામુ : સ્પીકરને રાજીનામા પત્ર સોપ્યો