ભાવનગરમાં સ્વાઈન ફલુથી વધુ બે વ્યક્તિઓના મોત થયા

1012

રાજયભરની સાથો સાથ ભાવનગરમાં પણ જીવલેણ સ્વ્‌ઈનફલુના રોગે હાહાકાર મચાવ્યો છે. આજે રવિવારે કાનીયાડ ગામના બાવન વર્ષિય પુરૂષ તથા ઠાડચ ગામના પચાસ વૃષિય મહિલાના ભાવનગરની સર.ટી. હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થયા છે. આમ ભાવનગરની સર.ટી. હોસ્પિટલમાં છેલ્લા ૩ દિવસમાં પાંચ વ્યક્તિઓના મૃત્યુ થતા હાહાકાર મચી જવા પામ્યો છે. ભાવનગરની હોસ્પિટલમાં હાલમાં ૧૭ પોઝીટીવ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જેમાં આજે પાંચ પોઝીટીવનો ઉમેરો થયેલ છે.

Previous articleઆડોડીયાવાસમાં બે સ્થળેથી ઈંગ્લીશ દારૂની બોટલો ઝડપાઈ
Next articleઅભિનેત્રી મલાઇકા અરોરાની બેગની કિંમત સવા લાખ રૂપિયા..!!