સેક્ટર-૨૪ના ઇન્દિરા નગરમાં પાણીજન્ય રોગચાળા ઓ માથું ઉચકતા ઝાડા-ઉલટીના ૩૦ કેસો નોંધાયા છે. પાણીજન્ય રોગચાળાને પગલે તંત્ર હરકતમાં આવ્યું છે. દસ દિવસથી ઉભરાતી ગટરો સાથે રોગચાળા થી જનઆરોગ્ય સામે પ્રશ્નાર્થ બની રહ્યો છે.
નગરમાં વાણિજ્ય સેક્ટર તરીકે ઓળખાતા સેક્ટર-૨૪ના ઇન્દિરાનગરમાં પાણીજન્ય રોગચાળાએ માંથુ ઉચકતા ૩૦ કેસ નોંધાયા છે. પાણીજન્ય રોગચાળોની ઝપટમાં આવેલા દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. પાણીજન્ય રોગચાળાના વધતા જતા કેસોને પગલે આરોગ્યતંત્ર હરકતમાં આવ્યું છે.
પાણીજન્ય રોગચાળાનો ભોગ બાળકો, વડિલો તેમજ મહિલાઓ બની રહી હોવા છતાં તેના નિયંત્રણ માટે તંત્ર દ્વારા નક્કર પગલાં લેવામાં નહી આવતા કેસોની સંખ્યા આગામી સમયમાં વધવાની શક્યતા રહેલી છે.
પાણીજન્ય રોગચાળાની સાથે સાથે ઇન્દિરાનગર વિસ્તારમાં છેલ્લા દસેક દિવસથી ગટરો ઉભરાતા દૂષિત પાણીની જમાવટ જોવા મળી રહી છે.