૧૩૩ વર્ષ જુની શાળા તંત્રએ કરી બંધ, વિદ્યાર્થીઓ-શિક્ષક રડી પડ્‌યા

913

પ્રાપ્ત માહિતી અનુસાર, જુનાગઢના કેશોદના શેરગઢ ગામમાં ૧૩૩ વર્ષ જુની શાળા બંધ કરવાનો તંત્રએ નિર્ણય લીધો છે. તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે.

સ્કૂલના શિક્ષક બહેને જણાવ્યું છે, અમને જીલ્લા શિક્ષણાધિકારી દ્વારા એક પત્ર મળ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે, શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોવાના કારણે સ્કૂલ બંધ કરવામાં આવે છે.

જીલ્લા શિક્ષણાધિકારીના આદેશના સમાચાર ટુંક સમયમાં જ ગામમાં ફેલાઈ ગયા, ગ્રામજનોએ આ મુદ્દે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

Previous articleબે મહિલા અને બે પુરૂષ સ્વાઇનફ્‌લુના સંકજામાં : જિલ્લામાં કુલ દર્દી ૧૧ થયા
Next article૫ વર્ષની બાળકી ઉપર દીપડાએ હુમલો કર્યો