સિહોર તાલુકાનાં સોનગઢ ખાતે પાંચવડા રોડ પર આવેલી વાડીમાંથી પોલીસે પૂર્વ બાતમીનાં આધારે દરોડો પાડીને રૂા.૨.૩૨.૮૦૦ની કિંમતની ૭૭૬ ઈગ્લીંશ દારૂની સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા.
સોનગ પો.સ્ટે. ના ઈન્ચાર્જ પોલીસ સબ ઈન્સ. પી.આર. સોલંકી તથા પોલીસ સ્ટાફ સાથે જનકસિંહ ઝાલાની બાતમી આધારે સોનગઢ પાંચવડા રોડ પર આવેલ વાડીમા બાતમી હકીકતનાં આધારે રેઈડ કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ બોટલ નંગ ૭૭૬ કિ.રૂા. ૨,૩૨,૮૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી પ્રદિપભાઈ ધરમશીભાઈ પરમાર રહે. સોનગઢ તથા બહાદુરસિંહ હરીસિંહ ગોહિલ રે. પાંચવડા વાળા વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
આ કામગીરીમા પીએસઆઈ પી.આર. સોલંકી એએસઆઈ વનરાજસિંહ ગોહિલ, પી.જી.ગોહિલ, હરીસિંહ ગોહિલ, હરિચંદ્રસિંહ ગોહિલ, યુવરાજસિંહ ગોહિલ, પ્રકાશભાઈ રાઠોડ, દિલીપભાઈ પરમાર, જનકભાઈ દવે, નિતીનભાઈ દલસુખભાઈ ગોહેલ, વિગેરે જોડાયેલા હતા.