મહારાષ્ટ્ર અને ગુજરાત સરકાર ટૂંક જ સમયમાં નદીઓને જોડવા અંગે કરાર કરશે. આ કરાર પર લગભગ રૂ. ૨૦,૦૦૦ કરોડનો ખર્ચો થશે. આ તોતિંગ ખર્ચમાંથી રૂ. ૧૮૦૦૦ કરોડ કેન્દ્ર સરકાર આપશે જ્યારે એક-એક હજાર કરોડનો ખર્ચો મહારાષ્ટ્ર અને ગુજરાત સરકાર મળીને ઊઠાવશે. બંને રાજ્ય વચ્ચે કરારથી મહારાષ્ટ્રના વિદર્ભને લગભગ ૫૦ ્સ્ઝ્ર પાણી મળી શકશે. બંને રાજ્યોના નદી જોડવાના કરાર અંતર્ગત તાપી-નર્મદા તથા દમણ ગંગા-પિંજલ નદીઓના પાણીને જોડવામાં આવશે. દમણગંગા-પિંજલથી મુંબઈ મહાનગરને મોટાભાગનો પાણીનો પુરવઠો મળશે.
મુખ્યમંત્રીના સરકારી આવાસ પર સિંચાઈ યોજનાઓ તથા રસ્તાઓના નિર્માણ કાર્ય અંગે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં નિતિન ગડકરી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને અન્ય મંત્રીઓ હાજર હતા. આ બેઠક પછી પત્રકારો સાથે થયેલી વાતચીતમાં ગડકરીએ જણાવ્યું કે સિંચાઈ ક્ષેત્ર ૨૨% છે જેને ૪૦% સુધી પહોંચાડવાનું લક્ષ્ય છે. આ યોજના સફળ થતા ખેડૂતોની આત્મહત્યા અટકી જશે અને ખેડૂતોને સિંચાઈ માટે પૂરતુ પાણી મળી જશે.
આ પ્રસંગે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે રાજ્યમાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના (ઁસ્દ્ભજીરૂ) અંતર્ગત ૨૬ સિંચાઈ યોજનાઓનું કામ ચાલે છે. આમાંથી ૫ યોજનાનું કામ પૂરુ થઈ ચૂક્યું છે. તેમણે જણાવ્યું કે આત્મહત્યા ગ્રસ્ત વિસ્તારોમાં અલગ સિંચાઈ યોજના માટે રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસે ૧૦ હજાર કરોડ રૂપિયાની માંગ કરી છે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે વિદર્ભના ગોસીખુર્દ સિંચાઈ યોજનાનું કામ માર્ચ ૨૦૧૯ સુધીમાં પૂરુ કરવાનો ટાર્ગેટ છે.
કેન્દ્રીય મંત્રી ગડકરીએ જણાવ્યું કે મહારાષ્ટ્રમાં ૨૦,૦૦૦ કિ.મીનો રાષ્ટ્રીય મહામાર્ગ બનવવામાં આવશે જેમાંથી ૫૦૦૦ કિ.મીના રસ્તાનું બાંધકામ શરૂ થવાની તૈયારી લગભગ પૂરી થઈ ગઈ છે.