પ.બંગાળમાં રાષ્ટ્રપતિ શાસનના ભણકારા

555

લોકસભાની ચૂંટણી પહેલા જ દેશમાં રાજકીય ઘટનાક્રમ ઝડપથી બદલાઈ રહ્યો છે. હવે ફરી એકવાર આ ઘટનાક્રમમાં સીબીઆઈ વિવાદના કેન્દ્રમાં છે. રવિવારે સાંજે કોલકાતા પોલીસ કમિશ્નર રાજીવ કુમારના ઘરે દરોડા મારવા પહોંચેલી સીબીઆઈની ટીમના અધિકારીઓને જ કોલકાતા પોલીસે ઘેરી લીધા અને ધરપકડ કરી. સીબીઆઈના વિરોધમાં મમતા ધરણા પર બેસી ગયા.

તો બીજી બાજુ પશ્ચિમ બંગાળમાં સીબીઆઈ અને મમતા સરકાર વચ્ચે વકરી રહેલા વિવાદને લઈને રાજ્યના ગવર્નર કેસરીનાથ ત્રિપાઠીએ એક ગુપ્ત રિપોર્ટ ગૃહમંત્રાલયને મોકલી આપ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગૃહમંત્રાલય સીબીઆઈના કામમાં અડચણ ઉભી કરવાના આરોપમાં ઘટનાસ્થળે હાજર આઈપીએસ અધિકારીઓ વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરી શકે છે. આ સમગ્ર પ્રકરણે પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે તેવા પણ એંધાણ વર્તાઈ રહ્યા છે તો મોડીસાંજે એવું પણ જાણવા મળ્યું હતું કે, ભાજપના નેતાઓ દ્વારા પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદી દેવાની પણ માંગ કરવામાં આવી છે.

મમતાએ ઘટનાસ્થળેથી જ ફરી એકવાર મોદી સરકાર પર પ્રહારો કર્યા છે. મમતાએ કહ્યું છે કે, તેમના આ ધરણા ૮ ફેબ્રુઆરી સુધી યથાવત રહેશે. ત્યાર બાદ પણ ધરણા યથાવત રહેશે, પણ માઈકનો ઉપયોગ નહીં કરવામાં આવે. કારણ કે ૮ ફેબ્રુઆરીથી રાજ્યમાં બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે. મમતા બેનરજીએ જણાવ્યું હતું કે, લોકતંત્ર ખતમ થઈ ગયું છે, જો તમે ભાજપનો વિરોધ કરીએ તો તેઓ એજંસીઓનો ઉપયોગ કરે છે. તેમણે કહ્યું હતું કે, અમે ઝુકીશું નહીં, સરકારી વહીવટ અહીંથી જ યથાવત રહેશે.

મરી જઈશ પણ સમાધાન નહીં કરૂં : મમતા

કોલકાત્તા : લોકસભાની ચૂંટણી પહેલા જ દેશમાં રાજકીય ઘટનાક્રમ ઝડપથી બદલાઈ રહ્યો છે. હવે ફરી એકવાર આ ઘટનાક્રમમાં સીબીઆઈ વિવાદના કેન્દ્રમાં છે. રવિવારે સાંજે કોલકાતા પોલીસ કમિશ્નર રાજીવ કુમારના ઘરે દરોડા મારવા પહોંચેલી સીબીઆઈની ટીમના અધિકારીઓને જ કોલકાતા પોલીસે ઘેરી લીધા અને ધરપકડ કરી. સીબીઆઈના વિરોધમાં મમતા ધરણા પર બેસી ગયા. મમતા બેનરજીએ જણાવ્યું કે, હું જીવ આપવા તૈયાર છું પણ સમજુતી કરીશ નહીં. જ્યારે ટીએમસીના નેતાઓની ધરપકડ કરવામાં આવી ત્યારે હું કશું જ બોલી નહોતી. મેં વિરોધ પણ કર્યો નહોતો. આ મુદ્દે હવે તમામ મર્યાદાઓનો ભંગ થઈ ગયો છે. મને ગુસ્સો એક જ વાતનો આવ્યો છે કે, કોલકાતાના પોલીસ કમિશનરની ધરપકડ કરીને તેમના પદનું અપમાન કરવામાં આવી રહ્યું છે.

મમતા બેનરજીને રાહુલ, માયા, અખિલેશનો ટેકો

કોલકાતા : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી આજે સતત બીજા દિવસે પણ ધરણા પ્રદર્શન ઉપર રહ્યા હતા. મમતા બેનર્જીએ આક્ષેપ કરતા કહ્યું છે કે, તેમની સરકારને ઉથલાવી દેવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ધરણા ઉપર બેસવાની જાહેરાત કર્યા બાદ મમતા બેનર્જીએ કહ્યું છે કે, બંધારણ બચાવો માટે ધરણા થઇ રહ્યા છે. કોલકાતાના મેટ્રો ચેનલની પાસે આ ધરણા યોજવામાં આવી રહ્યા છે.

મમતાને ધરણા યોજવા બદલ અનેક વિપક્ષના નેતાઓ ટેકો આપી ચુક્યા છે જેમાં રાહુલ, ઓમર, અખિલેશ, તેજસ્વી, ચંદ્રાબાબુ, માયાવતી, શરદ પવાર અને કેજરીવાલનો સમાવેશ થાય છે. આ તમામ નેતાઓ બેનર્જીને ફોન કરીને સમર્થન કરી ચુક્યા છે.

Previous articleસુનંદા કેસમાં ૨૧મીએ વધુ સુનાવણી હાથ ધરવા નિર્ણય
Next articleમહામંડલેશ્વર નિર્મળાબા પાળીયાદ આવતા શોભાયાત્રા