રાજયમાં આજે હાથ ધરવામા આવેલા બીજા તબકકાના મતદાન સમયે આણંદ,વડોદરાના સાવલી ઉપરાંત વિસનગર અને પાલનપુરમા અલગ અલગ કારણોસર જૂથો આમનેસામને આવી જતા ધર્ષણ બાદ પથ્થરમારાની અને દુકાનો તેમજ વાહનોમા આગ લગાવવાની ઘટનાને પગલે જૂથ અથડામણમા ૨૦ થી વધુ લોકોને ઈજા પહોંચવા પામતા તેમને સારવાર માટે હોસ્પિટલમા ખસેડવામા આવ્યા છે આ સાથે જ આ તમામ વિસ્તારોમા પરિસ્થિતિ વધુ ન વણસે એ માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામા આવ્યો છે.આ અંગે મળતી માહિતી અનુસાર,ગુજરાત વિધાનસભાની બીજા તબકકાની ચૂંટણીના મતદાન સમયે વિસનગરના હસનપુરમા એક જ કોમના બે જૂથ આમનેસામને આવી જતા પોલીસને ટોળાને વિખેરવા લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી જે દરમિયાન ૧૦ લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સિવિલ હોસ્પિટલમા સારવાર માટે ખસેડવામા આવ્યા હતા.આ અંગે મળતી માહિતી અનુસાર,આજે વિસનગરના હસનપુરમાં ચૂંટણીના મુદ્દાને લઈને એક જ કોમના બે જૂથ વચ્ચે
અથડામણની ઘટના બનવા પામતા પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.સૂત્રોમાંથી મળતી માહીતી અનુસાર,બંને જૂથ વચ્ચે ચૂંટણીના મામલે ઉગ્ર બોલાચાલી થયા બાદ મારામારી પણ થવા પામી હતી જે દરમિયાન ટોળુ બેકાબૂ થઈ જતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.ટોળુ દુર થતુ ન હોવાથી પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.જે સમયે ૧૦ લોકોને ઈજા પહોંચવા પામતા તેમને સારવાર માટે વિસનગર સિવિલ હોસ્પિટલમા સારવાર માટે ખસેડવામા આવ્યા હતા.આ ઘટના બાદ આ વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત માટે પોલીસ કાફલાને ગોઠવી દેવામા આવ્યો હતો.આ ઉપરાંત વડોદરાના સાવલીના વાકાનેર ગામમા બે જૂથો વચ્ચે અથડામણ થતા લોકોએ દુકાનો અને બાઈકો સળગાવી હતી.આ ઘટનાને લઈને પાંચ જેટલા લોકોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે ખસેડવામા આવ્યા હતા.સાથે જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામા આવ્યો હતો.મહેસાણાના કડા ગામમા પણ મતદાન મામલે પથ્થરમારો કરવામા આવતા બે લોકોને ઈજા પહોંચવા પામતા મહેસાણા સિવિલ હોસ્પિટલમા ખસેડવામા આવ્યા હતા.
પાલનપુરના સદરપુરામા બે જૂથો સામસામે આવી જતા માહોલ તંગદીલી ભર્યો બનવા પામ્યો હતો.મધ્ય ગુજરાતના આણંદમા આજે મતદાન દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણની ઘટના બનવા પામતા પથ્થરમારો કરવામા આવ્યો હતો.આ પથ્થરમારાની ઘટનામા ૮ જેટલી કારના કાચ તૂટી જવા પામ્યા હતા.આ ઘટનાને પગલે થોડા સમય માટે વાતાવરણમાં તંગદીલી છવાઈ જવા પામી હતી.
વાંકાનેરમાં મતદાન સમયે જૂથ અથડામણ : આગપંચી,પાંચ ઘાયલ
સાવલી તાલુકાના વાંકાનેર ગામમાં પ્રેમ-પ્રકરણની જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થઇ હતી. રોષે ભરાયેલા ટોળાએ બે લારીઓની આગ ચાપી દીધી હતી. જૂથ અથડામણના પગલે ચૂંટણી માહોલમાં ઉત્તેજના વ્યાપી ગઇ હતી. આ ઘટનામાં બંને જૂથના પાંચ જેટલા વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. આ
ઘટનાને પગલે ગામ પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું હતું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વાંકાનેર ગામમાં છ માસ પૂર્વે ગામના એક પરિવારની એક યુવતીને ગામનો જ એક યુવાન ભગાડી ગયો હતો. આજે આ યુવાન મતદાન કરવા માટે મતદાન મથકે પહોંચ્યો હતો. આ અંગેની જાણ યુવતીના પરિવારને તેઓ મતદાન મથકે પહોંચી ગયા હતા. અને યુવાનને માર માર્યો હતો. મતદાન મથક પાસે થયેલી મારામારીના પગલે દોડધામ મચી ગઇ હતી.
આ દરમિયાન યુવાનને સામેના પક્ષના લોકોએ માર માર્યો હોવાની જાણ યુવકના પરિવારજનો થતાં સ્થળ પર દોડી ગયા હતા. અને યુવતીના પરિવારના ઘરે જઇ હુમલો કર્યો હતો. બાદમાં ગામની ભાગોળે આવેલી ચાર લારીઓ પૈકી બે લારીઓને સળગાવી દીધી હતી. અને બે લારીઓને ઉંધી પાડી દીધી હતી. પ્રેમ પ્રકરણમાં બનેલી આ ઘટનાને પગલે ગામમાં ઉત્તેજના વ્યાપી ગઇ હતી.
મામલો ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલાં વાંકાનેર ગામમાં વધુ પોલીસ કાફલો બોલાવી લેવામાં આવ્યો હતો. આ ઘટનામાં બંને જૂથના પાંચ વ્યક્તિઓને ઇજાઓ પહોંચતા સાવલી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જોકે, આ ઘટનાને પગલે મતદાન ઉપર કોઇ અસર થઇ ન હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન ચાલુ રહ્યું હતું. આ બનાવ બાદ વાંકાનેર ગામ પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું હતું.