એકટીવામાં ઈગ્લીંશ દારૂ લઈ જતો શખ્સ ઝડપાયો

2507

શહેરનાં કુંભારવાડા, મોતીતળાવ પાસેથી એકટીવામાં ઈગ્લીંશ દારૂ લઈ જતા શખ્સને પોલીસે પૂર્વ બાતમીનાં આધારે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

બનાવ અંગે પોલીસને મુંબઈથી ટ્રક મારફત યોગેશ જેન્તીભાઈ નામનો શખ્સ ઈગ્લીંશ દારૂ લાવી બાયપાસ ઉતારી પોતાનાં એકટીવામાં લઈ આવી રહ્યો છે તેવી બાતમી મળતાં પીએસઆઈ રામાનુજ, સ્ટાફનાં વિરજીભાઈ, સુરેશભાઈ, રાજેન્દ્રસિંહ, અનિરૂધ્ધસિંહ, ભાવનાબેન વિગેરે મોતીતળાવ વોચમાં હતા ત્યારે ફાટક પાસેથી યોગેશ એકટીવા લઈને નિકળતા તેને અટકાવી તલાસી લેતા તેનાં એકટીવામાંથી ઈગ્લીંશ દારૂની ૯ બોટલો કી.રૂા.૬૩૯૦ મળી આવતા પોલીસે દારૂ અને એકટીવા મળી કુલ ૪૬,૩૯૦નો મુદ્દામાલ કબ્જો લઈ પ્રોહીબીશનનો ગુનો નોંધી યોગેશની ધરપકડ કરી હતી.

Previous articleખેડુતોની ઉપવાસી છાવણીમાં નારણભાઈની તબીયત લથડી
Next articleમાર્ગ સલામતી સપ્તાહનો પ્રારંભ