આરટીઓ ભાવનગર દ્વારા આજથી માર્ગ સલામતી સપ્તાહનો પ્રારંભ કરવામાં આવેલ. જેનો ઉદ્દઘાટન સમારોહ ઝવેરચંદ મેઘાણી ઓડીટોરીયમમાં મ્યુ.કમિશ્નર ગાંધી, કુલપતિ વાઘાણી, એસ.પી. માલ, આરટીઓ રાણા, ડો.મનહર ઠાકર, જે.જે. ચુડાસમા, અંકિત પટેલ સહિતની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો અને ટ્રાફીક અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તા.૧૦ સુધી ટ્રાફિક જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે.