લોકસભા ચૂંટણી નજીક આવતાં જ ગુજરાત કોંગ્રેસે જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દીધી. આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસે લોકસભા ચૂંટણી પ્રચાર માટે ૭ સમિતિની રચના કરી છે. જોકે નવાઈની વાત તો એ છે કે ઘણા લાંબા સમયથી અસંતુષ્ટ જણાતા અલ્પેશ ઠાકોર નો સાતેય કમિટીમાં સમાવેશ કરાયો છે. આ સાથે અલ્પેશ ઠાકોરને પ્રચાર સમિતીનો કન્વીર બનાવાયા છે. ઘણા લાંબા સમયથી અસંતોષ ધરાવતાં પીઢ અને સિનિયર નેતાઓને કોઓર્ડિનેશન કમિટીમાં સ્થાન અપાયું છે. કોઓર્ડિનેશન કમિટીમાં રાજીવ સાતવના અધ્યક્ષ સ્થાને પ્રદેશના તમામ મોટા ગજાના પરેશ ધાનાણી, અમિત ચાવડા સહિત ૩૬ નેતાઓના નામ સામેલ છે લોકસભા ચૂંટણી પ્રદેશ કમિટીમાં સાતવ, ધાનાણી સહિત ૨૮ નેતાઓનો સમાવેશ છે. પ્રચાર કમિટીમાં ચેરમેન પદે સિદ્ધાર્થ પટેલ અને કન્વીનર તરીકે અલ્પેશ ઠાકોર સાથે અન્ય ૪૩ નેતાઓને સ્થાન અપાયું છે. પ્રસાર કમિટીમાં ચેરમેન પદે તુષાર ચૌધરી અને કન્વીનર તરીકે રોહન ગુપ્તા સાથે અન્ય ૨૭ નેતાઓને સ્થાન મળ્યું છે.
મીડિયા કોઓર્ડિનેશન કમિટી ચેરમેન પદે નરેશ રાવલ અને કન્વીનર તરીકે અમીબેન યાજ્ઞિક સાથે ૧૫ કાર્યકરોના નામ સામેલ છેચૂંટણી વહિવટી કમિટીમાં ચેરમેન પદે અર્જુન મોઢવાડિયા અને કન્વીનર તરીકે મૌલિન વૈષ્ણવ સાથે ૯ નેતાઓને સ્થાન અપાયું છે.ચૂંટણી ઢંઢેરા કમિટીમાં ચેરમેન પદે મધુસુદન મિસ્ત્રી અને કન્વીનર તરીકે મનીષ દોષી અને ૨૨ નેતાઓના નામ સામેલ છે