કોલકાતા : સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યા બાદ એકબાજુ મમતા બેેનર્જીએ આને પોતાની નૈતિક જીત ગણાવી હતી. બીજી બાજુ કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, મમતા બેનર્જી કઈ રીતે પોતાની જીત ગણાવી રહ્યા છે તે સમજાતુ નથી. જે અધિકારીને મમતા બેનર્જી બચાવી રહ્યા છે અને તેમના માટે ધરણા પ્રદર્શન કરી રહ્યા છે તે અધિકારીને સીબીઆઈ સમક્ષ ઉપસ્થિત થવા માટે સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં સુચના આપી દીધી છે. એટલામાં ઓછું હોય તેમ આ અધિકારીને બંગાળમાં નહીં બલ્કે શિલોંગમાં ઉપસ્થિત થવા માટે કહેવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં મમતાની જીતની વાત ખુબ હાસ્યાસ્પદ દેખાય છે. આ મામલામાં સીબીઆઈની જીત થઇ અને તેમના નૈતિક જુસ્સાને રાહત મળી છે.