આહિર યુવાનોના અકસ્માતમાં મૃત્યુ થતા મુખ્યમંત્રી દ્વારા ૩-૩ લાખની સહાય

651

તારીખ ૨૭/૦૧/૧૯ના રોજ ભાવનગર રાજકોટ હાઈવે પરના જંગવડ ગામ પાસે થયેલ અકસ્માતમાં ભાવનગર જિલ્લા આહીર સમાજના ૫ યુવાનો અકાળે અવસાન પામ્યા હતા, તેમના પરિવારજનો તથા આહીર સમાજ માટૅ આ એક દુઃખદ ઘટના હતી.

અવસાન પામેલા યુવાનોની આર્થીક સ્થિતિ ને ધ્યાને લઈ  પરિવારજનો ને મુખ્યમંત્રીના રાહતફંડમાંથી આર્થિક સહાય મળે તે માટૅ તારીખ ૦૪/૦૨/૧૯ના રોજ મંત્રી ાસણભાઇ આહીર ની  આગેવાનીમાં રામ ભાઈ સાંગા, ભરતભાઈ ડાંગર(વડોદરા), પેથાભાઈ આહીર સમાજના આગેવાનો દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રૂબરૂ મળી રજુઆત કરવામાં આવેલ, જેના અનુસંધાને મુખ્યમંત્રી દ્વારા ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ અવસાન પામેલા યુવાનોના પરિવારજનોને રૂપિયા ત્રણ ત્રણ લાખ તેમના રાહતફંડમાંથી ફાળવેલ છે.

Previous articleગારિયાધારના સુખનાથ પ્લોટમાં ગટરના કામ બાબતે રહીશોમાં રોષ
Next articleરાજુલાના ભેરાઈ રોડ પરના મકાનમાંથી ઈંગ્લીશ દારૂ ઝડપી લેતી એસઓજી પોલીસ