ગાંધીનગરનાં દહેગામમાં એક ચોંકાવનારી ઘટના બની છે. દહેગામમાં આવેલા ખાખરા ગામમાં એક યુવકનું સર્વિસ રિવોલ્વર સાફ કરતા તેમાથી છૂટેલી ગોળી માથામાં ગોળી વાગતા મોત નીપજ્યું છે.
આ ઘટનાને પગેલ સમગ્ર ગામમાં અરેરાટી વ્યાપી ગઇ છે. આ મામલે પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત માહિતી અનુસાર સિપાહી ધર્મેન્દ્રસિંહ ઝાલા રજા લઇને પોતાના ઘરે આવ્યો હતો.
સિપાહી ધર્મેન્દ્રસિંહ ઝાલા પોતાના ઘરમાં પોતાની સર્વિસ રિવોલ્વર સાફ કરી રહ્યો હતો દરમિયાન જ ભૂલથી કોઇ કારણોસર રિવોલ્વરમાથી અચાનક ટ્રિગર દબાઇ ગયું હતું અને આ ગોળી સીધી તેમનાં માથામાં વાગતાં ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું.