કડકડતી ઠંડીમાં ખુલ્લામાં રહેતા જરૂરિયાત મંદોને હેપ્પી યૂથ ક્લબે  હૂંફ પૂરી પાડી

526

શહેરના સેવાભાવી યુવાનોની સંસ્થા હેપ્પી યૂથ ક્લબ દ્વારા આયોજિત “પ્રોજેકટ હેપ્પી વિન્ટર” અંતર્ગત સમગ્ર માસ દરમ્યાન અલગ અલગ દિવસે સંસ્થાના સ્વંસેવકોએ રાત્રિના સમયે શહેરમાં ફરી ફરીને જ્યાં પણ ખુલ્લામાં જરૂરિયાતમંદ વર્ગના સૂતેલા વૃદ્ધો, અશકતો, દિવ્યાંગો અને બાળકો જણાયા ત્યાં તેમણે ગરમ ધાબળા (બ્લેંકેટ્‌સ) ઓઢાડયા હતા.

આ ઉપરાંત રાત્રિના સમયે સોસાયટીઓ, એટીએમ કેન્દ્રો વગેરેના ચોકીદારો,  સિક્યુરિટી ગાડ્‌ર્સ તેમજ સફાઈ કામદારોને પણ ગરમ ધાબળા (બ્લેંકેટ્‌સ)નું સેવા ભાવનાથી વિતરણ કરવામાં આવ્યું હતું.

ગાંધીનગરમાં ગત માસમાં શિયાળાની કાતિલ ઠંડી અનુભવાઇ હતી જેમાં એ તબક્કે તો પારો ૧૦ ડિગ્રી સે. કરતાં પણ ઘણો નીચો ઉતારી જવા પામ્યો હતો.  આ સંજોગોમાં શહેરમાં  ફૂટપાથ પર ખુલ્લામાં કે ઝુંપડપટ્ટીમાં રહેતા જરૂરિયાતમંદ વર્ગના શ્રમજીવી પરિવારોની હાલત કફોડી થવા પામી હતી જેમાં ખાસ કરીને વૃદ્ધો, અશકતો, દિવ્યાંગો અને બાળકોને કડકડતી ઠંડીમાં હૂંફની ખૂબ જરૂરિયાત જણાઈ હતી.

શહેરના સેવાભાવી યુવાનોની સંસ્થા હેપ્પી યૂથ ક્લબ દ્વારા આ તબક્કે “પ્રોજેકટ હેપ્પી વિન્ટર” હાથ ધરવામાં આવ્યો હતો જે અંતર્ગત આ સમગ્ર માસ દરમ્યાન અલગ અલગ દિવસે સંસ્થાના સ્વંસેવકોએ રાત્રિના સમયે શહેરમાં ફરી ફરીને જ્યાં પણ ખુલ્લામાં જરૂરિયાતમંદ વર્ગના સૂતેલા વૃદ્ધો, અશકતો, દિવ્યાંગો અને બાળકો જણાયા ત્યાં તેમણે ગરમ ધાબળા (બ્લેંકેટ્‌સ) ઓઢાડયા હતા.

આ ઉપરાંત રાત્રિના સમયે સોસાયટીઓ અથવા એટીએમ કેન્દ્રો પર ચોકીદારીની સેવા આપતા ચોકીદારો અથવા સિક્યુરિટી ગાડ્‌ર્સ તેમજ સફાઈ કામદારોને પણ ગરમ ધાબળા (બ્લેંકેટ્‌સ)નું સેવા ભાવનાથી વિતરણ કર્યું હતું. હજુ આગામી દિવસોમાં પણ ઠંડી વધુ પડશે તેવી આગાહીઑ થઈ રહી છે ત્યારે હેપ્પી યૂથ ક્લબના સેવાભાવી યુવાનોનો આ સેવા ભાવનાથી કરવામાં આવેલો પ્રયાસ લાભાર્થીઓને હૂંફ પૂરી પાડશે અને કાતિલ ઠંડીનો સામનો કરવામાં રાહત આપશે.

Previous articleબંદુક સાફ કરતા-કરતા છૂટી ગઇ ગોળી અને સૈનિકનું મોત થયુ
Next articleબાપુ ઈન્સ્ટીટયુટ ઓફ ફાર્મસીના ૭ વિદ્યાર્થીઓની જીટીયુના આઈઈપીમાં પસંદગી