જાફરાબાદ તાલુકા પંચાયત કચેરી ખાતે ઉપપ્રમુખની ખાલી પડેલ જગ્યાએ તેની ગઈકાલે ભાજપ કોંગ્રેસના સભ્યો મળી ચૂંટણી યોજાઈ જેમાં બિનહરીફ ઉપપ્રમુખ તરીકે છગનભાઈ વાઘેલાની નિમણુંક કરાઈ.
જાફરાબાદ તાલુકા પંચાયત કચેરી ખાતે કારોબારીની અગત્યની બેઠક મળી જેમાં ખાલી પડેલ તાલુકા ઉપપ્રમુખની જગ્યા માટે ગઈકાલે ભાજપ કોંગ્રેસના તમામ સભ્યો મળી ચૂંટણી યોજાતા સર્વાનુમતે રોહીસા ગામના છગનભાઈ ભુરાભાઈ વાઘેલાની બિનહરીફ વરણી થતા કોંગ્રેસ પક્ષે ખુશીનો માહોલ પણ છગનભાઈએ કહેલ કે અમો સૌ ભાજપ કોંગ્રેસના સાથી મિત્રો ખંભેખંભા મિલાવી નિર્વાદે અમો તાલુકાના દરેક ગામના વીકાસ માટે ધ્યાન આપીશું.