ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના બાકી પાક વીમાને તાત્કાલિક ધોરણે ચૂકવી દેવાની જાહેરાત કરી ચુક્યા છે તેમ છતાં ખેડૂતોને ૨ વર્ષ પહેલાના બાકી પાક વીમા નહિં ચૂકવતા અદોલનના માર્ગે વળ્યા છે. જેતપુર અને ગોંડલ તાલુકાના ૭૦૦ જેટલા ખેડૂતો આંદોલનના માર્ગે ચડ્યા છે, મોઢે કાળી પટ્ટી બાંધીને તેઓએ ઉપવાસની રાહ પકડી છે. ખેડૂતોના પાક વીમા ચૂકવવાના બાકી છે.
જેમ રાજકોટ જિલ્લાના જેતપુર અને ગોંડલ તાલુકાના ૧૨ જેટલા ગામોના ૭૦૦ જેટલા ખેડૂતોના વર્ષ ૨૦૧૬-૧૭ના પાક વીમા ચૂકવા બાકી છે. આ ખેડૂતોને ગોંડલની સેન્ટ્રલ બેન્ક પાસેથી લેવાના છે, અને આ રકમ ૭-૮ કરોડ જેટલી થવા જાય છે, અને બેન્ક દ્વારા આ વીમા માટે ૫૮% જેટલી મોટી રકમનું પ્રીમિયમ ઉઘરાવી ચુકી છે.