ઉમરાળા તાલુકા કોંગ્રેસની કારોબારી મીટીંગ યોજાઈ ત્યાર બાદ જન આક્રોશ રેલી દ્વારા ખેડુતોના પ્રશ્ને તેમજ ભાજપ સરકારની નિષફળતાના વિવિધ મુદ્દાઓ લઈને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં ગઢડા વિધાનસભા પ્રભારી મનોહરસિંહ ગોહિલ, તાલુકા કોંગ્રેસના પ્રમુખ હરિશ્ચંદ્રસિંહ ગોહિલ તાલુકા પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઈ કેરાળા, પુર્વ પ્રમુખ કરણસિંહ, જિલ્લા મહામંત્રી રણધીરભાઈ, જિલ્લા પંચાયત સભ્ય વિનુભાઈ, જિલ્લા પંચાયત સીટના પ્રભારી કેશુભાઈ ભગત તેમજ કોંગ્રેસના વિવિધ હોદ્દેદારો તાલુકા પંચાયતના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહેલ.