ગાંધીનગરમા આવેલ કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન બી.પી.કૉલેજ ઓફ બિજનેસ ઍડમીનીસ્ટ્રેશન ખાતે આયોજિત ત્રણ રાજ્ય કક્ષાની મેગા ઇવેન્ટનું આજરોજ સમાપન થયું. યુનીવર્સીટીના પ્રેસિડેન્ટ વલ્લભભાઈ એમ.પટેલ સાહેબ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેના ઉપરોક્ત કાર્યક્રમ બાબતે શુભકામના પાઠવવા માં આવી હતી અને તમામ સ્પર્ધકોને સ્પર્ધાઓમાં ભાગ લેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમજ વિદ્યાર્થીઓ કોલેજના આ મંચ મહત્તમ સદુપયોગ કરે તેવી અભિલાષા વ્યક્ત કરી હતી.
ઉપરોક્ત મેગા ઇવેન્ટમાં વિદ્યાર્થીઓનો અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો. ત્રણ ઇવેન્ટ જે વિદ્યાર્થીઓ ને અલગ અલગ ક્ષેત્રમાં તેમના આંતરિક ગુણોને વિકસાવે તેવો પ્રયત્ન આ ઇવેન્ટમાં કરવામાં આવ્યો હતો. ગુજરાતની અનેક ખ્યાતનામ શાળાના ૪૦૦૦ જેટલા વિદ્યાર્થીઓએ આ ત્રિદિવસીય મહોત્સવમાં ઉત્સાહભેર ભાગ લઇ પોતાની કળા ને પ્રદર્શિત કરી હતી.
બીબીએ કોલેજ વિદ્યાર્થીઓ માટે આ ઈવેન્ટ્સનું આયોજન કરી દર વર્ષે શાળા તેમજ કોલેજના વિદ્યાર્થીઓને એક ઉત્કૃષ્ટ મંચ પૂરો પાડે છે. વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઇ પોતાની આંતરિક શક્તિને ખીલવવાનો પ્રયત્ન કર્યો હતો. તેમજ આ માટે અત્રે ની બીબીએ કોલેજ માધ્યમ બની છે. આથી તેઓ કોલેજ પ્રતિ આભારની લાગણી વ્યક્ત કરી હતી. વિદ્યાર્થીઓની વિવિધ સ્પર્ધાઓનું મૂલ્યાંકન ગુજરાતના વિવધ ક્ષેત્રના તજજ્ઞ નિર્ણાયક ગણ દ્વારા નિર્ણય આપવામાં આવ્યો હતો. તેમજ ઉપરોક્ત પ્રતિષ્ઠિત મહાનુભાવો એ વિદ્યાર્થીઓ ને ભવિષ્યમાં હજી સારીરીતે રજૂઆત કઈરીતે થઇ શકે તે બાબતે સૂચનો પણ કર્યા હતા. જેને વિદ્યાર્થીઓ એ ખુબ ગંભીરતા પૂર્વક લીધા હતા. અને ભવિષ્યમાં તે મુજબ સુધાર કરવા દ્રઢ નિશ્ચય કર્યો હતો. સ્પર્ધામાં વિજેતા થવું અભિનંદનને પાત્ર છે.પણ તેના કરતા વધારે સ્પર્ધામાં ભાગ લઇ પોતાના વ્યક્તિત્વ ને સમાજ સમક્ષ મુકવાનો પ્રયત્ન કરવો તે આજના આ ઈન્ટરનેટ તેમજ મોબાઈલના યુગમાં ખુબ મહત્વનું પાસું છે.
ૃકોલેજના આચાર્ય દ્વારા ત્રણે દિવસ તમામ શિક્ષકો, નિર્ણાયક ગણ તેમજ વિવિધ શાળાના આચાર્યો ને મળી અને ઇવેન્ટ બાબતે તેમના વિચારો સાંભળ્યા હતા. સાથે સાથે તમામ ઇવેન્ટ બાબતે માર્ગદર્શન આપ્યું હતું. ઓવર ઓલ ઇન્ચાર્જ ડો.જયેશ તન્ના સતત વિદ્યાર્થીઓ સ્ટાફ તેમજ આયોજન સાથે સંલગ્ન સૌ સાથે સમન્વય માં રહી.ઇવેન્ટ ને સફળ બનાવવા કાર્ય કરી રહ્યા હતા.
સતત ૧૮ વર્ષથી “આયના” શૈક્ષણિક તેમજ સાંસ્કૃતીક કાર્યક્રમ તેમજ મેનેજમેન્ટ પ્રદર્શન અને એન્ટરપેન્યોર ફીયેસ્ટા ત્રણ ઇવેન્ટ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા મેનેજ કરવામાં અવી રહી છે. જે બાબતે વિદ્યાર્થીઓએ તેમનો અભિપ્રાય આપતા જણાવ્યું હતું કે આવી મેગા ઇવેન્ટ ને સંચાલિત કરવા નો મોકો મળે તે અમારા સર્વાંગી વિકાસ માટે ખુબ ઉપયોગી સાબિત થશે. કૉલેજના અધ્યાપકો દ્વારા તમામ વિદ્યાર્થીઓ દ્વારા થતા કાર્યનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.વિદ્યાર્થીઓને મેનેજમેન્ટ કાર્યના પ્રાયોગિક અમલીકરણ માટે સુસજ્જ કરી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવતું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે તમામ સ્પર્ધાઓમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને કોલેજ તરફથી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. તેમજ તેની સાથેસાથે વિજેતા પ્રથમ અને બીજા ક્રમને ટ્રોફી આપવામાં આવશે. કોલેજ ના વિદ્યાર્થીઓમાં ક્રોસરોડ સ્પર્ધા માં ઓવર ઓલ બેસ્ટ માં સંદીપ શર્મા, પ્રથમ ક્રમે રિતિક શર્મા તેમજ દ્વિતીય ક્રમે દશરથ રબારી જયારે ઓડીયન્સ રિસ્પોન્સ એવોર્ડ જીગીશ ગજ્જર તેમજ સુહાની પટેલ અને હની વ્યાસ ને પ્રથમ તેમજ દ્વિતીય ક્રમ પ્રાપ્ત થયો હતો. જયારે આયનાની વિવિધ સ્પર્ધામાં કોલેજ ના ૧૪ વિદ્યાર્થીઓ ને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. જયારે વિવિધ કમિટી ના સભ્યો ને પ્રમાણપત્ર આપવા માં આવ્યા હતા.
મેગ્નેટ પ્રદર્શન માં ૩૧ શાળા-કોલેજના ગ્રુપ માંથી કુલ ૫ ગ્રુપ પ્રથમ ક્રમે વિજેતા રહ્યા જયારે ૫ ક્રમ દ્વિતીય ક્રમે આવ્યા હતા. બ્રાન્ડીંગ ગ્રુપ તૃતીય વર્ષ માંથી વેન્ચર ગ્રુપ દ્વિતીય વર્ષ માંથી તેમજ ગ્લોબલ ર્વોમિંગ ગ્રુપ પ્રથમ વર્ષ માંથી પ્રથમ ક્રમે આવ્યા હતા. જયારે ૫એસ ગ્રુપ,રોલ ઓફ ફોર પી એન્ડ ફોર સી ઇન માર્કેટિંગ દ્વિતીય વર્ષ અને ગ્લાસ બિલ્ડીંગ સ્તેકીંગ કપ્સ મેનેજમેન્ટ ગેમ સ્પર્ધા માં અનુક્રમે પ્રથમ અને દ્વિતીય ક્રમે આવ્યા હતા. જયારે સ્કુલ કેટેગરી માં વેસ્ટ ઈઝ નોટ વેસ્ટ પ્રથમ ક્રમે તેમજ એમ.બી.પટેલ ઈંગ્લીશ મીડીયમ માધ્યમિક શાળા નો હાયડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ દ્વિતીય ક્રમે આવ્યા હતા.
Home Uncategorized બીબીઍ દ્વારા રાજ્યકક્ષાના ‘આયના-મેગ્નેટ’ તેમજ એન્ટર પેન્યોર ફિયેસ્ટા કાર્યક્રમનું સમાપન