ગાંધીનગરના વાવોલ ગામમાં આવેલા એક ફલેટના પાર્કિંગમાં આજે વહેલી સવારે આગી ફાટી નીકળતા ચાર વર્ષના એક બાળક સહિત બેનાં મોત નીપજ્યા છે. પાર્કિંગમાં શોર્ટસર્કિટના કારણે ધૂમાડો ફલેટમાં ઉપરના માળે ફેલાતા ગુંગળાઇ જવાના કારણે બંનેનાં મોત નીપજ્યા હોવાનું ફાયરબ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું. સેકટર-૭ પોલીસે આ અંગે અકસ્માતે મોત નોંધી તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ વાવોલના ત્રણ માળના સાગર ફલેટના પાર્કિંગમાં એકાએક આગ ભભૂકી ઊઠી હતી. આગના કારણે ધૂમાડો ફલેટમાં પહોંચ્યો હતો જેમાં પહેલા માળે રહેતા કહાર પિંજારા (ઉ.વ.૪) અને બીજા માળે રહેતી ૩પ વર્ષીય મહિલાનું ગુંગળાઇ જવાના કારણે મોત થયું હતું. આ ઘટનાની જાણ ફાયરબ્રિગેડને થતા કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયરબ્રિગેડના જવાનોએ આગ બુઝાવી ૧પ જેટલા વ્યક્તિઓને સહીસલામત ફલેટમાંથી બહાર કાઢ્યા હતા. આ ઘટનામાં અન્ય પાંચ વ્યક્તિઓ પણ દાઝી જતા સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
ગાંધીનગર સિવિલિ હોસ્પિટલમાં બર્ન્સ વોર્ડ અને ડોકટરોની સુવિધા ન હોવાથી તેઓને અમદાવાદ ખસેડવાની ફરજ પડી હતી. પાર્કિંગમાં આવેલ મીટરમાં શોર્ટસર્કિટથી આગ લાગી હતી.
Home Uncategorized વાવોલમાં ફ્લેટનાં પાર્કિંગમાં વહેલી સવારે આગ કરૂણાંતિકામાં ચાર વર્ષનાં બાળક સહિત...