મારે ગ્લેમડોલની ઇમેજ નથી જોતીઃએન્જેલા

975

બોલિવૂડ અને સાઉથની જાણીતી અભિનેત્રી એન્જેલા ક્રિસ્લેન્ઝકી ટી સીરીઝ પર રિલીઝ થયેલ પંજાબી મ્યુઝીક વિડીઓ ’આઈ એમ બેટર’લઈને ચર્ચામાં છે આ પહેલા એન્જેલા બોલિવૂડ ફિલ્મ ’૧૯૨૧’માં નેગેટિવ રોલમાં નજરે ચઢી હતી આ સિવાય તેમને તેલુગુ અને તમિલ ફિલ્મો પણ કરી છે અને ખૂબ જ જલદી વેબ સીરીઝ માં પણ જોવા મળશે તેમની સાથે ઇન્ટરવ્યૂ દરમ્યાન થયેલ વાતચીતના મુખ્ય અંશોઃ-

દર્શકો તરફથી સોંગને સારી એવી પ્રતિક્રિયા મળી અને જ્યારે આવા સોંગ લોકોની સામે આવે ત્યારે લોકોમાં કેવું રિએક્શન જોવા મળે છે?

ઓડિયન્સ તરફ થી ખૂબ જ સારું રિએક્શન મળી રહ્યો છે  કારણ કે સાધુ મુસ વાલાનાં ઘણા ફૈન ફોલોવર છે અને મારા ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ તરફથી પણ પ્રતિક્રિયા મળી રહી છે મારા ઇન્સ્ટાગ્રામમાં વન મિલિયન કરતા પણ વધારે ફોલોઅર્સ છે.જેમની કમેન્ટ્‌સ પણ પોઝિટિવ મળી રહી છે યૂટ્યૂબમાં જે વિડિયો હોય છે જે બીજા વિડીયો ની પ્રતિક્રિયા આપે છે તેમના તરફથી પણ પોઝિટિવ પ્રતિક્રિયા મળી રહી છે ’આઈ એમ બેટર’સોંગને ઇન્ડિયામાં નહીં બલ્કે ફોરેનમાં પણ લોકોએ પસંદ કર્યું છે

બોલીવુડ ફિલ્મ એક જ કરી છે બીજી ફિલ્મ કરવાના ફિરાકમાં છો.કે પછી કે ફિલ્મની ઓફર નથી મળી રહી?

મેં સાઉથની ત્રણ ફિલ્મો કરી છે અને બોલિવૂડની એક જ ફિલ્મ કરી છે અને મારી વેબ સીરીઝ પણ ખૂબ જ જલદી આવી રહી છે મતલબ કે મહેનત તો કરી રહી છું આગળ જોવાનું રહ્યું કે હવે શું થાય છે મને પંજાબી બિલકુલ નથી આવડતી અને જ્યારથી મેં પંજાબી સોંગ કર્યું છે ત્યારથી મને પંજાબી સોની ઓફર મળી રહી છે

આજ-કાલ પંજાબી સોન્ગ નો ક્રેઝ ખૂબ જ જોરથી ચાલી રહ્યો છે તમને પંજાબી સોન્ગમાં કામ કરવાનો અવસર કેવી રીતે મળ્યો?

મેં પહેલાં પણ ઘણું બધું કામ કર્યું છે મેં બોલીવુડ ફિલ્મ પણ કરી છે તો મારી એજન્સીમાં કોલ આવ્યો હતો પંજાબી સોન્ગ માટે જે ટી સીરીઝ માં રિલીઝ થવાનું છે તેવી ઓફર મળી. અને સોન્ગના પ્રોડકશનને મારુ પહેલા કરેલ કામ ખૂબ જ સારું લાગ્યું જેથી મને આ સોંગમાં કામ કરવાનો મોકો મળ્યો

કેવા પ્રોજેક્ટ પસંદ છે અને કેવા રોલમાં કમ્ફર્ટેબલ ફીલ કરો છો?

મને લાગે છે રોલ કોઈ પણ મળે.નેગેટિવ હોય કે પછી પોઝિટિવ એક્ટર તરીકે મારે તે ભૂમિકાને સો ટકા આપવા છે.હું એવું નહીં વિચારુ કે રોલ કેવો છે જે પણ રોલ મને મળે છે તેમને સો ટકા આપીશ અને બહેતર રીતે નિભાવીશ હું એક વેબ સીરીઝ કરી રહી છું જેમાં હું અંડરકવર એજન્ટ ની ભૂમિકા નિભાવી રહી છું.હું એવી ભૂમિકા ભજવવા માંગુ છું જેથી લોકો એક્ટિંગથી ઓળખે

પોતાની છબી કઈ કેટેગરીમાં બનાવી રાખવા માંગો છો?

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ગ્લેમર્સ અને ઓરિએન્ટલ રોલ મળે છે તેમાં ખાલી હિરોઈનને સુંદર દેખાવ આપવાનો છે ગ્લેમર્સ દેખાવાનું છે મેં નિર્ણય લીધો છે કે બૉલીવુડમાં કામ કરવું છે આઈ વોન્ટ ટુ ડું બી મારે એવા રોલ કરવા છે જેમનો મતલબ દેખાય મારે ગ્લેમડોલની ઇમેજ નથી જોતી મારી બોડી ફીટનેસ સારી છે જેથી મને વધારે ગ્લેમર્સ રોલ મળે છે.

Previous articleઆઇટમ નંબરના પરિણામે કોઇ જ લેબલો લાગતા નથી
Next article૬ મહિના બાદ વેસ્ટઇન્ડિઝના બેટ્‌સમેન ક્રિસ ગેલનું કમબેક