ગુજરાત કોંગ્રેસમાં આંતરિખ વિખવાદમાં ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલે પાર્ટીના તમામ પદ પરથી તેમજ ઊંઝા ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધુ હતું. ત્યારે તેમનું ભાજપમાં જોડાવવાની અટકળોએ જોર પકડ્યું હતું. તો શુક્રવારે ઊંઝાથી આશાબેન પટેલ ભાજપમાં જોડાવવા માટે પાટણમાં ભાજપના ક્લસ્ટર સંમેલનમાં આવ્યા હતા. જ્યાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા.
ભાજપ દ્વારા પાટણની કે.સી.પટેલ વિધ્યા સંકૂલમાં કલસ્ટર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, હરિયાણાના મુખ્યમંત્રી મનહરલાલ ખટ્ટર અને પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ સહિત ભાજપના મહાનુભવો હાજર રહેશે. જ્યારે આશાબેન પટેલ હરિયાણાના મુખ્યમંત્રી મનહરલાલ ખટ્ટરની હાજરીમાં ભગવો ખેસ ધારણ કરવા જઇ રહ્યાં છે. તો આ સાથે જ આશાબેન પટેલના ભાજપમાં જોડાવવાથી ઊંઝામાં કોંગ્રેસને મોટો ફટકો પડી શકે છે. કેમ કે, આશાબેન પટેલની સાથે નગરપાલિકાના ૧૫ અપક્ષ કોર્પોરેટર, ૧ કોંગ્રેસ કોર્પોરેટર તેમજ ૧૦ તાલુકા પંચાયતના અપક્ષ સદસ્યો સહિત ૧૧૦૦ કાર્યકરો પણ ભાજપમાં જોડાયા હતા.
ગુરૂવારે ઊંઝાના બાલાજી રિસોર્ટમાં આશાબેન પટેલના રાજકીય ભવિષ્યનો ફેંસલો કરવા માટે મોટી સંખ્યામાં તેમના ટેકેદારો ભેગા થયા હતા. આટા કડવા પાટીદાર યુવા સંગઠન સહિતના અનેક કાર્યકર્તાઓ સંમતિ દર્શાવી હતી. સભામાં આવેલા આશાબેન પટેલે જણાવ્યું કે, “મેં કોઈ ૨૦ કરોડ લીધા નથી કે મને વી.સી.નું પદ આપવાની કોઈ ઓફર મળી નથી.
આ કોઈએ માત્ર અફવા ફેલાવી છે. હું વીસીના પદ માટે લાયક જ નથી. કોંગ્રેસમાં ઘણું જ અપમાન થયું છે. સ્વમાનના ભોગે મેં રાજીનામું આપ્યું છે. હું સત્તા ભુખી નથી.”
આશાબેને વધુમાં જણાવ્યું કે, “જો ટેકેદારો કહેશે કે કોંગ્રેસમાં પાછા જવાનું છે તો હું ફરી પાછી જવા તૈયાર છું. જો તમે સન્યાસ લેવાનું કહેશો તો સન્યાસ લેવા તૈયાર છું. કાર્યકર્તાઓએ ભાજપમાં જોડાવાની વાત કરી છે તેને માથે ચડાવું છું. હવે ભાજપના મોવડી મંડળનો સંપર્ક કરીને આવતીકાલે ભાજપમાં જોડવા અંગેનો નિર્ણય કરીશ.” આશા પટેલે જણાવ્યું કે, એપીએમસી અંગે પણ મારે કોઈ વાતચીત નથી. ભાજપમાં જોડાવા અંગે કોઈ ડીલ કરી નથી. જે કોઈ આવી વાતો કરે છે તે માત્ર અફવા છે.