પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ગુરૂવારના રોજ કહ્યું કે, તેમને નથી ખબર કે તેઓ ભારત રત્ન પુરસ્કાર માટે કેટલા હકદાર છે. આતંરરાષ્ટ્રીય કોલકાતા પુસ્તક મેળામાં ભારત રત્ન મેળવવા માટે પુસ્તક મેળા અને સાહિત્ય ઉત્સવના આયોજકો દ્વારા સમ્માનિત કરવા પર મુખર્જીએ કહ્યું કે, ‘મને ખરેખર એ નથી ખબર કે આ સમ્માન બદલ હું કેટલો હકદાર છું.’ મુખર્જીએ તાજેતરમાં જ પોતાને ભારત રત્નથી સમ્માનિત કરાયા હોવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત સમાજસેવી નાનાજી દેશમુખ અને ગાયક તેમજ સંગીતકાર ભૂપેન હજારિકાને પણ મરણોપરાંત ભારત રત્નથી સમ્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. પુસ્તક મેળામાં ત્રણ દિવસીય સાહિત્ય ઉત્સવનું ઉદ્ઘાટન કરતા પ્રણવ મુખર્જીએ કહ્યું કે, ૪૮ વર્ષ પહેલા જે લોકોએ બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામમાં ભાગ લીધો હતો તેમનો એક જ નારો હતો- બાંગ્લાને તત્કાલીન પૂર્વી પાકિસ્તાનની રાષ્ટ્રીય ભાષા તરીકે સ્થાન મળવું જોઈએ. ઉપલબ્ધ સાહિત્યો અનુસાર, વિભાજન બાદ પૂર્વી પાકિસ્તાનની આધિકારિક ભાષા ઉર્દૂ હતી અને તેને ત્યાંના લોકો બાંગ્લાને માતૃભાષા બનાવવાની લડાઈમાં લાગી ગયા હતા.