ભાવનગર યુનિવર્સિટીના શારિરીક શિક્ષણ વિભાગ દ્વારા આંતરકોલેજ હોકીની સ્પર્ધામાં યુનિવર્સિટી સંલગ્ન સંચાલીત વિવિધ કલમોની બહેનોની ટીમોએ યુનિ. ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવેલ ભાગ લીધો હતો. જેમાં નંદકુંવરબા મહિલા કોલેજની હોકીની ટીમે રનર્સઅપ બની હતી. નંદકુંવરબા મહિલા કોલેજે આ સ્પર્ધામાં સમગ્ર યુનિવર્સિટીમાં રનર્સઅપ બની કોલેજનું ગૌરવ વધાર્યું હતું. જેને સમગ્ર કોલેજ પરિવારે શુભેચ્છા પાઠવેલ.