બોલિવૂડના ક્યુટ કપલ રણબિર કપૂર અને આલિયા ભટ્ટ વિશે હવે બધા જાણે છે. કરન જોહરના ચોટ શોમાં બન્નેની રિલેશનશિપ અંગે હિંટ મળી હતી. આલિયા સીધી રીતે આ સંબંધોની કબૂલાત કરતી નથી, પરંતુ અમુક હિંટ જરૂર આપે છે. એકવાર ફરી એણે આવું જ કંઇક કહ્યું છે. આલિયાએ એક ઇન્ટરવ્યૂમાં જાહેર કર્યું કે, તે રણબિરને જોઇને કેવી ખોવાઇ જાય છે.
આલિયાએ કહ્યું કે, તે રણબિરનું ટેલેન્ટ અને તેની પર્ફોર્મન્સ જોઇને સ્પીચલેસ થઇ જાય છે અને હંમેશા ડાયલોગ્સ ભૂલી જાય છે. તેણે કહ્યું કે, રણબિરની આંખો ખૂબ જ ઓનેસ્ટ અને સિમ્પલ છે. હવે તો તમે પણ સમજી ગયા હશો કે આલિયા ભટ્ટ, રણબિરની એક્ટિંગથી લઇને આંખો પર કેટલી ફીદા છે. જોકે, બન્નેના પરિવાર આ સંબંધથી ખુશ છે. આલિયા હંમેશા બન્ને પરિવારના ગેટ ટુ ગેધરની તસવીરો શેર કરતી હોય છે. થોડા સમય પહેલાં તેણે તેની માતા અને રણબિરની માતા સાથેની તસવીર પણ શેર કરી હતી. હવે તેમના લગ્નની પણ વાતો ચર્ચાઇ રહી છે. ઉલ્લેખનીય છે કે, તેમની રિલેશનશિપ સામે આવ્યા બાદ તેમની પહેલી ફિલ્મ ’બ્રમ્હાસ્ત્ર’ હશે. આ પહેલાં આલિયા અને રણબિરે સાથે ફિલ્મમાં કામ કર્યું નથી.