જાફરાબાદ તાલુકામાં રાષ્ટ્રીય ક્રમીનાશક દિવસની ઉજવણી કરાઈ. જેમાં બાબરકોટ, નાગેશ્રી, ટીંબી, ગામે હેલ્થની ટીમો દ્વારા ૧ થી ૧૯ વર્ષના બાળકોને ડોઝ સાથે માર્ગદર્શન અપાયું.
જાફરાબાદ તાલુકામાં રાષ્ટ્રીય ક્રમીનાશક દિવસની ઉજવણી કરાઈ છે. જેમાં બાબરકોટ નાગેશ્રી ટીંબી ગામે હેલ્થની ટીમો દ્વારા એકથી ઓગણીશ વર્ષના બાળકોને ડોઝ સાથે માર્ગદર્શન અપાયું. જેમાં ગઈકાલે ટીમ્બી નાગેશ્રી બાબરકોટ અને અર્બન જાફરાબાદ શાળામાં ૧ થી ૧૯ વયના જુથના વ્યક્તિઓને ઉંમર પ્રમાણે ક્રમિનાશક ગોળી ખવડાવવામાં આવી આ તકે તાલુકા હેલ્થ ઓફીસર ડો. જે.એચ. ગોસ્વામી, તાલુકા હેલ્થ સુપર વાઈઝર બી.કે. શનિશ્વરા તથા તમામ મેડીકલ ઓફીસર અને આરોગ્ય કર્મચારીઓ, શિક્ષક સ્ટાફ અને આંગણવાડી વિભાગનો સ્ટાફે સુદર કામગીરી બજાવેલ.