જાફરાબાદના મીતીયાળા ગામે પ્રથમ સમુહ લગ્નોત્સવ યોજાયો

582

જાફરાબાદના મતીયાળ ગામે અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીના સહયોગથી મીતીયાળા ગામે પ્રથા સમુહલગ્ન્ત્સવમાં ર૧ દિકરીઓના માવતર બની દાતાઓ દ્વારા કન્યાદાન અપાયા.

જાફરાબાદના મીતીયાળા ગામે નર્મદા અલ્ટ્રટેક સિમેન્ટ કંપનીના સહયોગથી પ્રથમ સમુહલગ્નોત્સવમાં ર૧ દિકરીયોના માવતર બની દાતા દ્વારા કન્યાદાન દેવાયા નવ દંપતિને આશીર્વાદ આપવા નર્મદા સિમેન્ટ જાફરાબાદ યુનિટ હેડ અધિકારી હંસરાજ કપુર, ફંકશન હેડ ભુપેન્દ્રસિંહ, પંકક અગ્રવાલ, બાબુ રેયલી, દિલીપભાઈ મીશ્રા તેમજ તાલુકા સદસ્ય હરેશભાઈ મકવાણા, સાદુળભાઈ બારૈયા સરપંચ, અશોકભાઈ સરપંચ તેમજ આવા પ્રથમ સમુહલગ્નોત્સવ શુભ અવસરના આયોજક ચંદુભાઈ સરપંચની સેવાભાવી ટીમને હિરાભાઈ સોલંકીઅને હૃદયથી શુભેચ્છાઓ પાઠવતા કહેલ કે આપડા બહુમત કોળી સમાજની એકતા આવી દિકરીઓના આશીર્વાદથી કદી નહીં ટુટે માટે મોટામાં મોટું પુણ્ય દિકરીઓના  કન્યાદાન છે.  તેમજ ગામના યુવા સરપંચ ચંદુભાઈ બાંભણીયા કાળુભાઈ, ઉપસરપંચ બાબુભાઈ બાંભણીયા, કાળુભાઈ માજી સરપંચ સહિત સેવાભાવી યુવા ટીમ દ્વારા ર૧ દિકરીઓના કરીયાવરથી લઈ તમામ ચીજવસ્તુઓ તેમજ આમંત્રીત મહેમાનોનો સન્માન સમારોહ યોજાયો જેમા ચેતનભાઈ શિયાળ, પુનાભાઈ ભીલ સહિત મહાનુભાવો સન્માનિત કરાયાં.

Previous articleતક્ષશીલા કોલેજના ૩ વિદ્યાર્થીઓને ટેનીકોઈટ સિનિયર નેશનલ ચેમ્પીયનશીપમાં ગુજરાતની ટીમમાં મળેલ સ્થાન
Next articleભાવનગર પબ્લિક સ્કુલમાં રમતોત્સવ ઉજવાયો