શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવેના હસ્તે ક. પરા વાલ્કેટગેટ કોમ્યુનીટી હોલના કામનું તેમજ આર. સી. સી. રોડ પેવર રોડના કામનું ખાતમુહુર્ત કરાયુ હતુ, કોમ્યુનીટી હોલનું કામ રૂપિયા ૪૩.૮૫ લાખના ખર્ચે તેમજ આર. સી. સી. રોડ અને પેવર રોડના કામો રૂપિયા ૩૪.૬૬ લાખના ખર્ચે સાકાર થશે તેમ મંત્રી વિભાવરીબેન દવેએ જણાવ્યુ હતુ વધુમાં તેમણે ઉમેર્યુ હતું કે ગરીબો, વંચિતોને માળખાકીય સુવિધા આપવી તે અમારી પ્રાથમિકતા છે ૦૫ હજાર સ્કવેરફૂટમાં કોમ્યુનીટી હોલ બનવાથી આ વિસ્તારના લોકો તેમના સામાજીક પ્રસંગો અહીંજ ઉજવી શકશે તેમજ આ વિસ્તારમા આર. સી. સી. રોડ, પેવર રોડ બનવાથી લોકોને આવવા જવાની વધુ સારી સુવિધા મળી રહેશે.
આ કાર્યક્રમોમાં મેયર મનહરભાઈ મોરી, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, કમિશનર એમ. એ. ગાંધી,નગરસેવિકા કાંતાબેન મકવાણા, જલ્વીકાબેન ગોંડલીયા, શીતલબેન પરમાર, બિન્દુબેન પરમાર, મહિલા મોર્ચાના પ્રમુખ દિવ્યાબેન વ્યાસ, સીટી ઈજનેર કુકડીયા,શિક્ષણ સમિતિના સભ્ય નરેશભાઈ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.