ગાંધીનગરમાં બનેલી ઉપરાઉપરી થેયલી ત્રણ હત્યા બાદ પોલીસે તપાસના દોર શરૂ કર્યા હતા. જેમાં એક શંકાસ્પદ કિલરનો સ્કેચ તૈયાર કરાયો હતો. જેને લોકોએ રાની નામનો વ્યંઢળ હોવાનું ઓળખ્યું હતું. ત્યારે સીરીયલ કીલરની આ ઘટનામા પોલીસને કેટલાક સીસીટીવી હાથ લાગ્યા છે. જેમાં રાની નામનો વ્યંગઢ એક સીસીટીવી કેમેરામાં ક્લિક થયેલો સ્પષ્ટ જોઈ શકાય છે. પોલીસે બનાવેલા સ્કેચ જેવો શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. અડાલજ મહેસાણા હાઈવે ઉપર આવેલ મોમાઈ નામના ટી સ્ટોલ પર આ વ્યક્તિ ચા પીવા આવ્યો હોવાનું પોલીસે જાહેર કરેલા સીસીટીવી ફુટેજમાં જોવાય છે. આ સ્ટોલ પર કામ કરતા લોકોનું કહેવું છે કે, ૩૦ તારીખની આસપાસ પોલીસ અહીં આવીને સીસીટીવી લઈ ગઈ હતી અને તેના આધારે આ સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા છે. ટી સ્ટોલના માલિક કે અન્ય કામ કરતા લોકો આ સિવાય કશું જાણતા નથી. જોકે, શંકાસ્પદ સીરિયલ કિલર ફરી પાછો ક્યારે પણ અહીં આવ્યો હોવાનું નોંધવામાં આવ્યું નથી. શંકાસ્પદ વ્યક્તિ જે સીસીટીવીમાં ઝડપાયો છે, તે ૨૬ જાન્યુઆરીનો છે. તે ૨૬ જાન્યુઆરીના રોજ બપોરે ૧.૨૬ કલાકે ટપરી પર ચા પીવા આવ્યો હતો. જેના સીસીટીવી ફૂટેજ પોલીસે મેળવ્યા છે. ત્યારે પોલીસે હવે પોતાની તપાસ તેજ કરી છે. આ વ્યક્તિ ગાંધીનગરમાં ક્યાં ક્યાંથી પસાર થયો હતો તે દિશામાં પણ તપાસનો દોર શરૂ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ગાંધીનગરમાં હત્યાના ત્રણ બનાવો સામે આવ્યા હતા. આ ત્રણેય હત્યાના પ્રકાર એક જ જેવા હતા. જેથી ત્રણેય હત્યા એક જ શખ્સે કરી હોવાનું પોલીસનું અનુમાન છે. તેથી ગાંધીનગર પોલીસ એક જ સ્ટાઈલથી હત્યા કરતા સીરિયલ કિલરની શોધમાં છે.