જાફરાબાદ રાજુલા તાલુકામાં તળપદા કોળી સમાજ દ્વારા લોઠસપુરમાં ૮ દિકરીયો/ વારાહસ્વરૂપ ગામે ૧૧ દિકરીયો / કાતર ગામે ૧૪ દીકરીયોને દાતાઓ માતવર બની કન્યાદાન દેવાયા રાજકીય આગેવાનો હિરાભાઈ સોલંકી સંતો આશીર્વાદ દેવા પધાર્યા હતાં.
જારફાબાદ રાજુલા તાલુકામાં તળપદા કોળી સમાજ સમુહલગ્ન સમિતિઓ દ્વારા અને દાતાઓના સાથ અને સહયોગથી લોઠપુર ગામે છઠ્ઠા સમુહ લગ્ન્ત્સવમાં ૮ દિકરીઓ વારાહસ્વરૂપ ગામે ૧૧ દિકરીઓ અને રાજુલા તાલુકાના કાતર ગામે ૧૪ દિકરીઓનો સમુહલગ્નોત્સવ યોજાયા. જેમાં કાળાજાળ મોંઘવારીને પહોંચી વળવા તળપદા કોળી સમાજમાં નવો રાહ બતાવનાર પુર્વ સંસદીય સચીવ હીરાભાઈ સોલંકી કે તેના પિતા ઓધવજીભાઈ સોલંકીએ ૬૦ વર્ષ પહેલા વાવેલ લગ્નોત્સવનું બીજ કોળીસમાજમાં મોટુ વટ વૃક્ષ બનીને કોળી સમાજને નવો રાહ ચીંધ્યો છે જે કોળી સમાજે તન મન ધનથી વધાવી લીધો છે અને દીકરીઓના આશીર્વાદથી કોળી હાલ આ બાબતે સક્ષમ બની ગયો છે જે લોઠપુર ગામે ચેતનભાઈ શિયાળ તેમજ રાજકીય આગેવાનો સરપંચ રાણાઆતા, પુનાભાઈ ભીલ જિલ્લા પંચાયત, ધીરૂભાઈ ખુમાણ, ભરતભાઈ જેવા યુવા કાર્યકર્તાઓએ દાતાઓને સન્માનિત કરાયાં.